રાજકોટ: મેકડોનાલ્ડમાં આપેલા 6 વેજ બર્ગરના ઓર્ડરમાંથી 2 નોન-વેજ નીકળ્યા, ગ્રાહકે અજાણતા ખાઈ પણ લીધા
મેકડોનાલ્ડ્સના જો તમે બર્ગર ખાતા હોય તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. રાજકોટમાં આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટમાં રહેતા એક વ્યક્તિએ મેકડોનાલ્ડ્સમાંથી 6 વેજ બર્ગર મંગાવ્યા હતા, જેમાંથી 2 નોન-વેજ બર્ગર નીકળ્યા હતા.
રાજકોટમાં રહેતા અને વૈષ્ણવ ધર્મ પાડતા કેવલ વિરાણી નામના યુવકે ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન ઓનલાઈન ફૂડ એપ્લિકેશનના માધ્યમ Swiggyમાંથી 6 વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. નિયત સમય મુજબ તેમણે આપેલા ઓર્ડરની ડિલીવરી પણ થઈ ગઈ હતી.
ઓર્ડર મળતા કેવલના પરિવારે બર્ગર ખાઈ પણ લીઘા હતા. જો કે, કેવલભાઈ વિરાણીને આ વાતની જાણ થઈ કે, તેમણે અને તેમના પરિવારના સભ્યોએ ભૂલથી નોન-વેજ બર્ગર ખાઈ લીધા હતા.

સમગ્ર બાબતે કેવલભાઈ મેક્ડોનાલ્ડસના આઉલેટ પર પહોંચ્યા હતા અને સમગ્ર હકિક્ત જણાવી હતી. જોકે, આ બાબતે મેકડોનાલ્ડ્સના સ્ટાફને આ વાતની જાણ થતા તેણે સમગ્ર બાબતે માફી માંગી હતી.
માફી માગતા મેકડોનાલ્ડ્સના સ્ટાફે જણાવ્યું હતું કે, કામના ભારણને કારણે તેમના દ્વારા આ ભૂલ થઈ ગઈ હતી અને આ બાતે તેણે માફી માંગી હતી..
જો કે, સમગ્ર કેવલભાઈ અને તેમના પરિવાર દ્વારા ખાવામાં આવેલા બર્ગરમાં નોન-વેજ હોવાથી તેમની અને તેમના પરિવાર ધાર્મિક લાગણી દૂભાઈ હોવાથી તેઓ સમગ્ર મામલો કન્ઝઅયૂમર કોર્ટમાં લઈ જશે.












Click it and Unblock the Notifications
