For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ: રાત્રિ કર્ફ્યુ દરમિયાન બેખૌફ બન્યા તસ્કરો, ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટ પોલીસની નાઈટ પેટ્રોલીંગ ફરી એક વખત તસ્કરોએ ધજીયા ઉડાવી છે. હાલ રાજકોટ સહિત સમગ્ર રાજયભરની મહાનગર પાલિકામાં તેમજ કેટલીક નગર પાલિકાઓમાં પણ કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાત્રી કર્ફ્યુની પરિસ્થિતિ નિર્માણ થવા પા

|
Google Oneindia Gujarati News

રાજકોટ પોલીસની નાઈટ પેટ્રોલીંગ ફરી એક વખત તસ્કરોએ ધજીયા ઉડાવી છે. હાલ રાજકોટ સહિત સમગ્ર રાજયભરની મહાનગર પાલિકામાં તેમજ કેટલીક નગર પાલિકાઓમાં પણ કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાત્રી કર્ફ્યુની પરિસ્થિતિ નિર્માણ થવા પામ્યું છે. રાત્રી કર્ફ્યુ દરમિયાન કોઇ બિનજરૂરી ઘરની બહાર ન નીકળે તેમજ રાજમાર્ગો પર બહાર ન નીકળે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. જરૂર જણાય તે જગ્યાએ ચેકપોસ્ટ બનાવી પોલીસ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવતું હોય છે.

Rajkot

ત્યારે કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સણોસરા ગામે બુકાની બાંધેલા ચાર જેટલાં તસ્કરોએ પેટ્રોલ પંપની ઓફિસમાં તોડફોડ કરી હતી. ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ સૌપ્રથમ તો પેટ્રોલ પંપની ઓફિસમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ ઓફિસમાં સૂતેલા ચિરાગ સાગઠીયા નામના વ્યક્તિએ પ્રતિકાર કરતા તસ્કરો નાસી છૂટયા હતા.

જોકે સમગ્ર બનાવમાં ચિરાગ સાગઠીયા અને ઇજા પહોંચતાં તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે કુવાડવા પોલીસ દ્વારા ચોરીના ઈરાદે પેટ્રોલ પંપની જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ તેમજ તોડફોડ કરવાની સાથોસાથ વ્યક્તિને માર મારવા બદલ ગુનો નોંધી ચારે બુકાનીધારી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.

ત્યારે સમગ્ર ઘટના પેટ્રોલ પંપમાં લાગેલા જુદા જુદા સીસીટીવી ફુટેજમાં કેદ થવા પણ પામી છે. ત્યારે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની મદદથી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. આમ, વધુ એક વખત તસ્કરોએ રાજકોટ શહેર પોલીસની નાઈટ પેટ્રોલીંગની કામગીરી ઉપર સવાલો ઉભા કર્યા છે.

English summary
Rajkot: Smugglers became fearless during night curfew
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X