Rajkot murder : દિવાળીની પૂર્વ સંધ્યાએ રાજકોટમાં ખૂની ખેલ ખેલાયો, સામાન્ય બબાલમાં ત્રિપલ મર્ડર
Rajkot murder : દિવાળીના તહેવારની પૂર્વ સંધ્યાએ રાજકોટમાં લોહિયાળ ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે.
શહેરના આંબેડકર નગર વિસ્તારમાં વાહન ચલાવવા જેવી એક સામાન્ય બાબતને લઈને બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેનું પરિણામ ભયાનક આવ્યું છે. ચૌદસની રાત્રે (દિવાળીની આગલી રાત્રે) થયેલા આ હિંસક અથડામણમાં કુલ ત્રણ વ્યક્તિઓની હત્યા થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આંબેડકર નગર વિસ્તારમાં વાહન અથડાવવા કે ચલાવવા જેવી તુચ્છ બાબત પરથી બે પરિવારો/જૂથોના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને પક્ષોએ એકબીજા પર ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. આ ખૂની હુમલામાં વાહનોમાં પણ વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી.
આ હિંસક ઘટનામાં કુલ ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં બે સગા ભાઈઓ તથા સામા પક્ષના એક યુવકનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે.
આ અથડામણમાં ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે, જેમાંથી બે વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે, જ્યારે એક બહેનને સામાન્ય ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લઈ બંને જૂથો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
