Rajkot: મોરબીની ફેક્ટરીમાં બોઈલર ફાટતાં બે પરિવારના કુળ દીપક બુજાયા
Rajkot: મોરબી શહેર નજીક બગથલ ગામમાં કૃત્રિમ ચામડા બનાવવાની ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં મંગળવારના રોજ બે લોકોના મોત થયા હતા.
આ ઘટના અંગે માહિતી આપતા ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે 5 કલાકે ઈવા સિન્થેટિક એલએલપી યુનિટમાં બોઈલર ફાટ્યું હતું, જેના કારણે ફેક્ટરીમાં આગ લાગી હતી.

આ આગ લાગવાની ઘટનામાં વિપુલ ધોરી (40), નીતિન ધામેચા (50) અને હિતેશ ડેડકિયા (37) તરીકે ઓળખાતા ત્રણ શખ્સો ઘાયલ થયા હતા.
ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિપુલ ધોરી અને હિતેશ દેદકિયાને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે નીતિન ધામેચાને મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
અત્રે નોંધનીય બાબાત છે કે, સૂત્રોએ જણાવ્યું કે, વિપુલ ધોરી ઈવા સિન્થેટિકના પાર્ટનર્સમાંથી એક હતો.












Click it and Unblock the Notifications
