વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા, કોરોના કાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બહાર પાડ્યું પરિપત્ર
વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા, કોરોના કાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બહાર પાડ્યું પરિપત્ર
રાજકોટઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે, ગુજરાતમાં ખાસ કરીને રાજકોટમાં દિવસેને દિવસે કોરોના વાયરસનો પ્રકોપ તેજ થતો જઈ રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા શુદ્ધા ના કરી તેમને ફોર્મ ભરવા રૂબરુ હાજર થવાની ફરજ પાડી છે. જણાવી દઈએ કે કેટીના ફોર્મ ભરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરિપત્ર બહાર પાડ્યું છે.

જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ખુદ વિજયભાઈ રૂપાણી કહેતા હોય કે, 'આ કોરોના કાળમાં વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમમાં ના મૂકાવવું જોઈએ તેથી દિવાળી સુધી તો શાળાઓ ખોલવામાં નહિ જ આવે' ત્યારે યુનિવર્સિટીઓને શું વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની બિલકુલ ચિંતા નથી? સવાલ એ છે કે મોટાભાગની યુનિવર્સિટીઓ/ કોલેજોએ પરીક્ષા, એડમિશન ફોર્મ વગેરે જેવી પ્રક્રિયા ઓનલાઈન કરી દીધી છે ત્યારે શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન સિસ્ટમ ના વિકસાવી શકે?

વનઈન્ડિયા ગુજરાતી તરફથી જ્યારે અર્પિત ઈન્સ્ટીટ્યૂટના આચાર્ય સાથે વાત કરી તો એવો જવાબ આપીને તેમણે છટકબારી શોધી લીધી કે આ ફોર્મ ભરવા માટે અમે નથી બોલાવ્યા યુનિવર્સિટી તરફતી પરિપત્ર આવ્યો છે. જેટલી બેદરકારી સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીની છે તેટલી જ બેદરકારી કોલેજોની પણ છે, યુનિવર્સિટીએ ઓનલાઈન સિસ્ટમ વિકસાવવી જોઈએ જો ના વિકસાવે તો શું કોલેજો યુનિવર્સિટીને રજૂઆત ના કરી શકે? જૂદા જૂદા વિસ્તારોમાંથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ કરી ફોર્મ ભરવા આવતા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમાય તો તેની જવાબદારી કોની રહેશે? શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જે-તે કોલેજ આવા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની જવાબદારી લેશે?












Click it and Unblock the Notifications
