For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગર્ભ પરિક્ષણ કરતી ટોળકીનો પર્દાફાશ, ત્રણની ધરપકડ

રાજકોટ શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર લિંગ નિર્ધારણ(ગર્ભ પરિક્ષણ)ના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં એક હોમિયોપેથ, તેના સહાયક અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી, જેણે ટેસ્ટ માટે તેમનો સંપર્ક કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

રાજકોટ શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર લિંગ નિર્ધારણ(ગર્ભ પરિક્ષણ)ના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં એક હોમિયોપેથ, તેના સહાયક અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી, જેણે ટેસ્ટ માટે તેમનો સંપર્ક કર્યો હતો.

ગર્ભ

પોલીસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક આવેલી ભાડાની જગ્યા પર રેડ કરીને સોમવારની રાત્રે ડોક્ટર મુકેશ તોરિયા અને તેના સ્ટાફને રંગે હાથે રંગે હાથે લિંગ નિર્ધારણ ટેસ્ટ(ગર્ભ પરિક્ષણ) કરાવતા ઝડપી લીધો હતો.

મુકેશ તોરિયાનો મદદનીશ અવેશ પિંજારા, જેની પણ ધરપકડ કરવામાં આવી હતી, તે ધોરાજીમાં નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો અને 2020માં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પણ આવા જ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તે મવડી વિસ્તારમાં ગેરકાયદેસર ટેસ્ટ કરાવતો હતો. મશીન અવેશના કબ્જામાં રહેતું હતું અને ગ્રાહકોને શોધવાની જવાબદારી તેના પર હતી.

મનોહરસિંહ જાડેજા, પોલીસ નાયબ કમિશનરએ જણાવ્યું હતું કે, પરીક્ષણ માટે આવેલી ગર્ભવતી મહિલા નયના કુંભારની પણ ધરપકડ કરવામાં આવી હતી. નયનાબેન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની છે અને તેમને પાંચ દીકરીઓ છે. તેણીને એક છોકરો જોઈતો હતો.

નયના કુંભાર રાજકોટ શહેરની હદમાં મેટોડા જીઆઈડીસી પાસે આવેલી સંજીવની હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી જીજ્ઞા ઝાલા નામની મહિલાના સંપર્કમાં આવી હતી. જીજ્ઞા ઝાલા, જેની ધરપકડ કરવાની બાકી છે, તેણે તેને ટોરિયાને મળવા કહ્યું હતું.

તોરીયાએ ધોરાજીમાંથી વાયરલેસ સોનોગ્રાફી મશીન ખરીદ્યું હતું અને કાયદા હેઠળ જરૂરિયાત મુજબ આ મશીનનું આરોગ્ય વિભાગમાં રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું. વધુમાં, તેમની પાસે ગાયનેકોલોજીના દર્દીઓની સારવાર માટે કોઈ યોગ્યતા નથી, એમ જાડેજાએ જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી આ રેકેટ ફૂલીફાલી રહ્યું હતું, વધુમાં ઉમેર્યું હતું કે, આરોપીઓ ગ્રાહકો પાસેથી રૂપિયા 10,000 થી રૂપિયા 15,000 સુધીની રકમ વસૂલતા હતા.

રાજકોટ શહેરના દર્દીઓ માટે તેઓ વાયરલેસ મશીનનો ઉપયોગ કરીને તેમના ઘરે ટેસ્ટ કરાવતા હતા અને બહારની મહિલાઓ માટે ભાડાની જગ્યામાં ટેસ્ટ લેવામાં આવતો હતો. તમામ આરોપીઓ પર પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક (PCPNDT) એક્ટ, 1994ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

English summary
Sex determination racket busted, three arrested.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X