For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં નોંધાયો આટલો વરસાદ

ગુરુવારના રોજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લામાં અનેક સ્થળોએ ભારે વરસાદ થયો હતો. રાજકોટમાં ભારે વરસાદને કારણે સવારથી જ ભેજવાળું વાતાવરણા રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : ગુરુવારના રોજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લામાં અનેક સ્થળોએ ભારે વરસાદ થયો હતો. રાજકોટમાં ભારે વરસાદને કારણે સવારથી જ ભેજવાળું વાતાવરણા રહ્યું છે. આ સાથે વરસાદના કારણે જામનગર રોડ, રેસકોર્સ, મોતી ટાંકી ચોક, જવાહર રોડ અને શહેરના અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

દરિયાકાંઠાના પટ્ટામાં ભારે વરસાદ નોંધાયો

દરિયાકાંઠાના પટ્ટામાં ભારે વરસાદ નોંધાયો

ઉપલેટા, ભાયાવદર, મોતી પાનેલી અને જિલ્લાના અન્ય ગામોમાં બપોરના સમયે આશરે 45 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણેલોકોને બફારામાંથી રાહત મળી હતી.

અમરેલીમાં, રાજુલા અને ખાંભા ગામોના દરિયાકાંઠાના પટ્ટામાં ભારે વરસાદ નોંધાયો હતો, જેમાં 30-50 મીમી વરસાદ પડ્યો હતો.

રાણાવાવ શહેરમાં 45 મીમી વરસાદ નોંધાયો

રાણાવાવ શહેરમાં 45 મીમી વરસાદ નોંધાયો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અનેક વૃક્ષો ધરાશાયી થતાં માર્ગો પરનો વાહન વ્યવહારખોરવાયો હતો.

પોરબંદર શહેરમાં આશરે 15 મીમી અને રાણાવાવ શહેરમાં 45 મીમી વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે ઘણા વિસ્તારોમાંપાણી ભરાયા હતા.

ચોર્યાસી તાલુકામાં 65 મીમી વરસાદ નોંધાયો

ચોર્યાસી તાલુકામાં 65 મીમી વરસાદ નોંધાયો

દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં બુધવાર સુધી ભારે વરસાદ પડ્યો હતો, જે ગુરુવારે વહેલી સવાર સુધી ચાલુ રહ્યો હતો. કામરેજમાં 86મીમી વરસાદ પડ્યો હતો અને પવનથી મકાનોની અસ્થાયી છતને નુકસાન થયું હતું.

પલસાણા અને ઉમરપાડામાં પણ ભીનાશ જોવા મળીહતી. સવારે 6 વાગ્યા સુધી ચોર્યાસી તાલુકા અને ઉમરપાડામાં અનુક્રમે 65 મીમી અને 55 મીમી વરસાદ નોંધાયો હતો.

English summary
So much rainfall was recorded in the coastal districts of Saurashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X