For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાલુ વર્ષે અત્યાર સુધીની થઇ સૌથી વધુ ચણાની ખરીદી

ગુજરાતમાંથી આ વર્ષે અત્યાર સુધીમાં કેન્દ્ર દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ ખરીદી કરતા ચણાની ખરીદી બમણાથી વધુ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાંથી આ વર્ષે અત્યાર સુધીમાં કેન્દ્ર દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ ખરીદી કરતા ચણાની ખરીદી બમણાથી વધુ થઈ ગઈ છે. નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (નાફેડ) પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર રવિવારની સાંજના 5 કલાક સુધીમાં રાજ્યમાંથી કુલ ચણાની ખરીદી 3.5 લાખ મેટ્રિક ટન હતી, જેમાં 3.28 લાખ નોંધાયેલા ખેડૂતોમાંથી લગભગ 1.77 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા હતા.

ચણાની ખરીદી

આ છેલ્લા 20 દિવસમાં 1.52 લાખ મેટ્રિક ટનનો વધારો દર્શાવે છે. 4 એપ્રીલ સુધીમાં, પ્રાપ્તિ 1.98 લાખ મેટ્રિક ટન હતી. જેની સરખામણી માટે, કેન્દ્રએ 2020-21ની સમગ્ર ખરીદીની સિઝન દરમિયાન ગુજરાતમાંથી 1.51 લાખ મેટ્રિક ટનની ખરીદી કરી હતી, જે રાજ્યમાંથી અત્યાર સુધીની સૌથી વધુ છે. આ કારણે 3.5 લાખ મેટ્રિક ટન પર ચાલુ પ્રાપ્તિની સિઝનમાં હજૂ પાંચ અઠવાડિયા બાકી હોવાથી આ વર્ષની પ્રાપ્તિ બમણા કરતાં પણ વધુ છે.

કેન્દ્ર સરકારે ચણાનો લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ને 5,230 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ (10 ક્વિન્ટલ એક મેટ્રિક ટન બનાવે છે) નક્કી કર્યો છે. તે દરે ગુજરાતમાંથી અત્યાર સુધીની ખરીદી રૂપિયા 1,833 કરોડની છે.

ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ ના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધીમાં 2.22 લાખ ખેડૂતોને SMS એલર્ટ મોકલ્યા છે, તેમને તેમની જણસને નજીકના ખરીદ કેન્દ્ર પર લાવવાનું જણાવવામાં આવ્યું છે. જેમાંથી 1.77 લાખ ખેડૂતો પોતાની ઉપજ (જણસ) સાથે ખરીદી કેન્દ્રો પર આવ્યા છે.

ખેડૂતો પાસેથી ખરીદેલા ચણાની બેગિંગ માટે જરૂરી શણની થેલીઓનો ઓછો સ્ટોક હોવાને કારણે ખરીદી થોડી ધીમી છે, પરંતુ અમે મે મહિનામાં ખરીદીની કામગીરી પૂરી થાય ત્યાં સુધીમાં તમામ ખેડૂતોને આવરી લેવાનો અમને વિશ્વાસ છે.

ઉલ્લેખીય છે કે, ગુજકોમાસોલ એ ગુજરાતની સહકારી સંસ્થા છે, જે રાજ્યમાં નાફેડ વતી ખરીદ કેન્દ્રો ચલાવે છે. નાફેડના ડેટા મુજબ, 41,152 ખેડૂતોને આવરી લેતી સૌથી વધુ રકમ 80,222 મેટ્રીક ટન રાજકોટમાંથી કરવામાં આવી છે. આ પછી જામનગર (26,397 ખેડૂતો પાસેથી 54,587 મેટ્રીક ટન), જૂનાગઢ (19,725 ખેડૂતો પાસેથી 38,408 મેટ્રીક ટન), અમરેલી (16,685 ખેડૂતો પાસેથી 33,741 મેટ્રીક ટન), દેવભૂમિ દ્વારકા (11,620 ખેડૂતો પાસેથી 23,204 મેટ્રીક ટન), ગીર સોમનાથ (19542 ખેડૂતો પાસેથી 11415) અને મોરબી (7,362 ખેડૂતોમાંથી 14,486 મેટ્રિક ટન) નો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારના 11 જિલ્લાઓ મળીને અત્યાર સુધીમાં 1.46 લાખ ખેડૂતોને આવરી લેતા 2.88 લાખ મેટ્રિક ટનની ખરીદીનો હિસ્સો ધરાવે છે.

સૌરાષ્ટ્રની બહાર મહેસાણા (6,142 ખેડૂતો પાસેથી 13,500 મેટ્રિક ટન, પાટણ (5,719 ખેડૂતો પાસેથી 12,982 મેટ્રિક ટન) અને ઉત્તર ગુજરાત પ્રદેશમાં સાબરકાંઠા (3,220 ખેડૂતો પાસેથી 5,354 મેટ્રિક ટન) એવા જિલ્લાઓ છે, જ્યાં કેન્દ્ર દ્વારા મોટી ખરીદી કરવામાં આવી છે.

આ સિઝનમાં કુલ 3.28 લાખ ખેડૂતોએ તેમના ચણા કેન્દ્ર સરકારને વેચવા માટે રાજ્ય સરકારમાં નોંધણી કરાવી છે. 1 માર્ચથી ખરીદી શરૂ થઈ હતી અને કેન્દ્ર સરકાર વતી કઠોળના પાકની ખરીદી કરી રહેલી નાફેડે સમગ્ર રાજ્યમાં 187 ખરીદ કેન્દ્રો સ્થાપવાની મંજૂરી આપી છે.

કેન્દ્ર સરકારે નાફેડને ગુજરાતના ખેડૂતો પાસેથી 4.65 લાખ મેટ્રિક ટન ચણા ખરીદવાનો ક્વોટા ફાળવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં લગભગ 67 ટકા નોંધાયેલા ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે, ફાળવેલા ક્વોટાના 75 ટકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ ખેડૂતોએ ક્વોટા વિશે ચિંતા કરવાની જરૂર નથી. અમે ક્વોટા વધારવા માટે સરકારને પત્ર લખ્યો છે. તેવી જ રીતે રાજ્ય સરકાર પણ ક્વોટા વધારવા માટે કેન્દ્રને વિનંતી કરશે. અમે આશા રાખીએ છીએ કે, દરેક ખેડૂત કે જેણે તેના ચણા વેચવા માટે નોંધણી કરાવી છે, તેને પોતાના ચણા સરકારને વેચવાની તક મળશે. સરકાર ખરીદી બાદ લગભગ 15 દિવસ પછી ખેડૂતોના ખાતામાં તેના નાણાં જમા કરી રહી છે.

ગુજરાત ઉપરાંત, નાફેડ હાલમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાંથી ચણાની ખરીદી કરી રહી છે. રાષ્ટ્રીય પ્રાપ્તિ 7.74 લાખ મેટ્રિક ટન અને રૂપિયા 4,049 કરોડથી વધુ છે. દેશમાં કુલ ખરીદીમાં ગુજરાતનો હિસ્સો અડધો છે, ત્યારબાદ મહારાષ્ટ્ર 3.22 લાખ મેટ્રિક ટન છે. કર્ણાટક 62,219 મેટ્રિક ટન સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે. આંધ્રપ્રદેશમાં 36,706 મેટ્રિક ટનની પ્રાપ્તિ છે, જ્યારે અન્ય રાજ્યોમાંથી પ્રાપ્ત થયેલો જથ્થો નહિવત છે.

English summary
The highest purchase of chickpeas so far this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X