સુરેન્દ્રનગરમાં આર્મ્સ યુનિટનો પર્દાફાશ, ત્રણની ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લાના રસુલાબાદ ગામમાં શનિવારના રોજ એક નાના હથિયાર બનાવતા યુનિટનો પર્દાફાશ થયો હતો. પોલીસે અહેમદ નૂર મોહમ્મદ ભાટી (36) અને કરીમ હાજી ભાટીની ધરપકડ કરી હતી, જેઓ પિસ્તોલ સહિત દેશી બનાવટના હથિયારો બનાવતા હતા.
રાજકોટ : સુરેન્દ્રનગર જિલ્લાના રસુલાબાદ ગામમાં શનિવારના રોજ એક નાના હથિયાર બનાવતા યુનિટનો પર્દાફાશ થયો હતો. પોલીસે અહેમદ નૂર મોહમ્મદ ભાટી (36) અને કરીમ હાજી ભાટીની ધરપકડ કરી હતી, જેઓ પિસ્તોલ સહિત દેશી બનાવટના હથિયારો બનાવતા હતા. પોલીસે જગતસિંહ ઝાલા નામના એક વ્યક્તિની પણ ધરપકડ કરી હતી, જેને તેણે અગાઉ પિસ્તોલ વેચી હતી.

ચોક્કસ બાતમી મળતાં આરોપીના ઘરે રેડ કરી હતી
સુરેન્દ્રનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)એ ચોક્કસ બાતમી મળતાં આરોપીના ઘરે રેડ કરી હતી અને હથિયારો બનાવવા માટે વપરાતી સામગ્રીનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. એસઓજીના ઇન્સ્પેક્ટર વી. વી. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અહેમદ એક રીઢો ગુનેગાર છે, જેની અગાઉ ગેરકાયદેસર હથિયારોના વેપાર અને હાઇવે લૂંટના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
