માસાએ 6 વર્ષની ભણેજ પર કર્યો બળાત્કાર
રાજકોટ શહેરને અડીને આવેલા શાપર વિસ્તારમાં છ વર્ષની બાળકી પર તેના માસીના પતિ (માસા) દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. 30 જુલાઇના રોજ, આરોપી, જે બે પુત્રીનો પિતા છે.
રાજકોટ શહેરને અડીને આવેલા શાપર વિસ્તારમાં છ વર્ષની બાળકી પર તેના માસીના પતિ (માસા) દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. 30 જુલાઇના રોજ, આરોપી, જે બે પુત્રીનો પિતા છે, તેણે બાળકીને ઘરની બહાર રમતી જોઈ અને મોબાઈલમાં તેના ફોટા બતાવવાના બહાને તેણીને લાલચ આપી હતી.

આ દરમિયાન આરોપીએ જોયું કે, તેની માતા ટેરેસ પર કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી, જ્યારે તેના પિતા તાવને કારણે આરામ કરી રહ્યા હતા. તે ભાળકીને તેના ઘરે લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
જ્યારે બાળકીની માતાને બાળકી ક્યાંય ન મળતા, તેણીએ પોતાના ઘરની સામે રહેતા આરોપીના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. જ્યારે કોઈએ દરવાજો ન ખોલ્યો, ત્યારે બાળકીની માતાએ બારીમાંથી ડોકિયું કર્યું અને જોયું કે આરોપીએ તેની પુત્રી પર બળાત્કાર કરી રહ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, બાળકીનો પરિવાર નેપાળનો વતની છે અને આરોપી, જે તેમના ઘરની સામે રહે છે, તેણે તેની માસી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંને પરિવાર સ્થાનિક ફેક્ટરીમાં કામ કરે છે.












Click it and Unblock the Notifications
