રાજકોટ જિલ્લાના પાંચ જળાશયોમાં થયેલી પાણીની આવક

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખજુરડી ગામ પાસેના આજી 3 ડેમની હેઠવાસમાં આવેલા ખજુરડી થોરીયાળી અને મોટા ખીજડીયા, ટંકારા તાલુકાના ખાખરા, જોડિયા તાલુકાના બોડકા, જસાપર, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ વગેરે તાલુકામાં સારો વરસાદ છે

રાજકોટ : જિલ્લાના પાંચ જળાશયોમાં વરસાદના નવા પાણીની સારી એવી આવક નોંધાઇ છે. ભાદરમાં 0.10 ફુટ, આજી 1માં 0.49 ફુટ, આજી ૩માં 0.10 ફીટ, ન્યારી 2માં 0.33 ફીટ અને છાપરવાડી 2માં 0.33 ફુટ નવા પાણીની આવક થઇ છે, તેમ રાજકોટ સિંચાઇ વર્તુળ(ફ્લડ સેલ)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Rajkot

છાપરવાડી, આજી 2 અને ખોડાપીપર ડેમના હેઠવાસના ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના

અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ(ફ્લડ સેલ), રાજકોટ તરફથી જણાવવામાં આવે છે કે, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લુણીવાવ ગામ પાસેનો છાપરવાડી 1 (કબીર સરોવર) ડેમની હેઠવાસમાં આવેલા ડૈયા, ચરખડી, કોલીથડ, લુણાવાવ, પડવલા, વેજાગામ અને ગરનલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. એવી જ રીતે આજી 2(બે)ડેમના હેઠવાસના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢડા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના અને પડધરી તાલુકા પાસેના ખોડાપીપર ગામ પાસેનો ખોડાપીપર ડેમના હેઠવાસમાં આવેલા ખોડાપીપર અને થોરીયાળી ગામોના તથા ટંકારા તાલુકાના ખાખરા ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

આજી ૩ ડેમના હેઠવાસના ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના

અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ(ફ્લડ સેલ), રાજકોટ તરફથી જણાવવામાં આવે છે કે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખજુરડી ગામ પાસેના આજી 3 ડેમની હેઠવાસમાં આવેલા ખજુરડી થોરીયાળી અને મોટા ખીજડીયા, ટંકારા તાલુકાના ખાખરા, જોડિયા તાલુકાના બોડકા, જસાપર, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ અને ટીમ્બડી તથા ધ્રોલ તાલુકાના મોડપર, ધરમપુર, સગાડીયા, સધાધુના અને દેડકદડ ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X