લમ્પી વાયરસ સામે સાબર ડેરી સર્તક: બે દિવસમાં ૫૮૦૬ પશુઓનું કર્યુ રસીકરણ
રાજ્યના પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ છે જે અત્યાર સુધીમાં રાજ્યના ૨૦ જિલ્લાઓ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત થયા છે અને તેના માટે પશુપાલન વિભાગ ખડેપગે પશુઓની સારવારમાં દોડી રહ્યું છે સાથે સાબરકાંઠા જિલ
રાજ્યના પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ છે જે અત્યાર સુધીમાં રાજ્યના ૨૦ જિલ્લાઓ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત થયા છે અને તેના માટે પશુપાલન વિભાગ ખડેપગે પશુઓની સારવારમાં દોડી રહ્યું છે સાથે સાબરકાંઠા જિલ્લામાં લાખો પશુપાલકોની ચિંતા કરતી સાબરડેરીએ લમ્પી સામે સર્તકતા દાખવી પશુઓનું રસીકરણ હાથ ધર્યુ છે.

સાબરડેરી દ્વારા સઘન રસીકરણ અભિયાન હાથ ધરીને બે દિવસમાં ૫૮૦૬ પશુઓનું રસીકરણ કર્યુ છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આમ તો પશુઓમાં લમ્પી વાયરસની અસર નહિવત છે. પરંતુ, સાબરડેરી દ્વારા અગમચેતીના ભાગરૂપે ૧૩ વેટનરી સેન્ટર પર ૧૫૦ વેટનરી ડૉકટરોની ટીમ સજ્જ રાખી છે.
જિલ્લામાં પશુઓ લમ્પીગ્રસ્ત થયા છે, ડેરીની સાબર સુદર્શન દવાથી સારવાર કરવામાં આવી રહી છે, જેનાથી ઘણા સારા પરીણામ મળી રહ્યા છે. પરંતુ તેની સાથે રહેતા પશુઓને આ રોગની અસર ન થાય તે માટે રોગપ્રતિકાર શક્તિ વિકસાવવા રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. માત્ર બે દિવસમાં ૫૮૦૬ પશુઓનું રસીકરણ કરાયું છે.
ગત વર્ષે પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળતા ૩૫,૦૦૦થી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું જેના પરીણામે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે પશુઓમાં લમ્પી વાયરસની અસર નહિવત જોવા મળી રહી છે. તેમણે પશુપાલકોમાં જાગૃતિ આવે તે માટે દરેક દૂધ મંડળીઓમાં લમ્પી વાયરસ સામે સજાગતા કેળવવા જણાવ્યું છે.












Click it and Unblock the Notifications
