પાટણમાં પ્રભારી સચિવ મમતા વર્માની અધ્યક્ષતામાં લમ્પી સંક્રમણ મામલે મળી બેઠક

પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસના સંક્રમણને લઈ જિલ્લા પ્રભારી સચીવે પશુપાલન તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. પ્રભારી સચિવ મમતા વર્માના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાં લ

પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસના સંક્રમણને લઈ જિલ્લા પ્રભારી સચીવે પશુપાલન તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. પ્રભારી સચિવ મમતા વર્માના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાં લમ્પી વાયરસના સંક્રમણની સમીક્ષા કરવામાં આવી હતી. પશુઓને લમ્પી વાયરસથી બચાવવા માટે પશુપાલન તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

Patan

રાજ્યના પશુઓમાં લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેને લઈને રાજ્ય સરકાર સતર્ક છે. મમતા વર્માના અધ્યક્ષ સ્થાને પાટણ જિલ્લાના લમ્પી વાયરસ સંક્રમણને લઈને બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પશુપાલન વિભાગ તેમજ બનાસ ડેરી અને દૂધસાગર ડેરી દ્વારા લમ્પી વાયરસનું સંક્રમણ અટકાવવા માટે કરવામાં આવેલી કામગીરીને લઈને અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. આ મિટિંગમાં જિલ્લાના કેટલા પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે. કેટલા ગામના પશુઓ લમ્પી વાયરસની ઝપેટમાં આવેલા છે. તેમજ સંક્રમણ ધરાવતા ગામમાં તકેદારીના ભાગરૂપે શું કામગીરી કરવામાં આવી છે તેનો વિસ્તૃત અહેવાલ પશુપાલન વિભાગ દ્વારા પ્રભારી સચિવ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો.

લમ્પી વાયરસ મોટાભાગે ગાયમાં દેખાતો હોવાથી જિલ્લામાં રહેલા ગાયના પશુધનને સત્વરે રસીકરણ થાય તે માટેની કામગીરી વધુ ઝડપી કરવા પ્રભારી સચિવે સૂચન કર્યું હતું. પાટણ જિલ્લામાં સરકાર, બનાસ ડેરી અને દૂધસાગર ડેરી દ્વારા 29000 થી વધુ વેક્સીન ડોઝ પાટણ જિલ્લાને આપવામાં આવ્યા છે. જે અંતર્ગત અત્યાર સુધી 15623 પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે સરકારી પશુપાલન વિભાગ તેમજ બંને ડેરીઓના સંયુક્ત ઉપક્રમે 400 થી વધુ સ્ટાફ રસીકરણ ની કામગીરી ગામેગામ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X