સૌરાષ્ટ્રના ખેતરોમાં 20 કરોડના ખર્ચે સોલર પંપ મૂકાશે

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ધરતીના પેટાળમાં રહેલ ઇંધણો દીવસે ને દીવસે ખલાસ થઇ રહ્યા છે તેમજ હવામાં ખુબજ પ્રદુષ્ણ ફેલાતુ હોય ગ્લોબલ વોર્મિંગની અસરથી બચવા માટે વિશ્વના મોટા ભાગના દેશો સુર્ય પ્રકાશથી ચાલતી ઉર્જા ઉપર આગળ વધી રહ્યા છે. ત્યારે રાજય સરકાર દ્વારા પણ સુર્ય પ્રકાશનો મહત્મ ઉપયોગ કરી અને સોલાર આધારીત પંપો ચલાવવા તરફ આગળ વધી રહ્યું છે.
પીજીવીસીએલમાં ખેડુતો દ્વારા વીજ જોડાણ મેળવવા માટે અરજીઓ કરી હોવા છતાં પણ લાંબા સમયથી વીજ જોડાણ આપવામાં વીલંબ થઇ રહયો હોય તેના વિકલ્પ રૂપે રાજય સરકાર તથા પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા ખેતરોમાં સોલર પંપ પ્રાયોગિક ધોરણે રૂપિયા 20 કરોડના ખર્ચે 500 જેટલા મુકવામાં આવશે. અને આ સોલાર પંપ મુકવા માટેનો સર્વે ચાલી રહ્યો છે.
વીજ કંપની દ્વારા ખેતરોમાં સોલર પંપ મુકવા માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વીજ કંપનીના સુત્રોના જણાવ્યા પ્રમાણે એક સોલાર પંપની અંદાજીત કીંમત રૂપિયા 4 લાખ જેવી થાય છે તેમાંથી 20 ટકા રકમ ખેડુતોએ ભરવાની રહેશે જયારે બાકીની 80 ટકા રકમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની ભોગવશે.
આમ ચાલુ વર્ષના અંતમાં સૌરાષ્ટ્રના ખેતરોમાં પ્રાયોગીક ધોરણે સોલાર પંપ મુકાયા બાદ અન્ય ગામોમાં પણ આ યોજના ચાલુ કરવામાં આવશે તેમ વીજ કંપનીના સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત રાજકોટ 6.30 મેગાવોટ તથા ભાવનગર શહેરમા 3.30 મેગાવોટનો સોલર પ્રોજેકટ પ્લાન્ટ સ્થાપવામાં આવશે.












Click it and Unblock the Notifications
