સુપ્રિમ કોર્ટે આસારામની જામીન અરજી ફગાવી, દગાબાજી કરવા બદલ FIR નોંધવાનો આદેશ

Written By:
Subscribe to Oneindia News

સુપ્રિમ કોર્ટે બળાત્કારના આરોપી આસારામ બાપુની જામીનની અરજી નકારી કાઢી છે, સાથે જ સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યા છે કે આસારામ વિરુદ્ધ દગાબાજી કરવા બદલ FIR નોંધવામાં આવે. આસારામ બાપુએ જામીન મેળવવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો, આથી સુપ્રિમ કોર્ટે આ મામલે આસારામ વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો છે. આસારામ બાપુ પર બે યુવતીઓના બળાત્કારનો આરોપ છે, તેમનો પુત્ર નારાયણ સાંઇ પણ એક યુવતીના યૌન શોષણના આરોપ બદલ જેલમાં છે.

asaram bapu

આસારામને પહેલા જોધપુર જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. અહીં આસારામની તબિયત બગડતાં તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોતાના ખરાબ સ્વાસ્થ્યના બહાના હેઠળ જ તેઓ જામીન મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. પરંતુ સુપ્રિમ કોર્ટે તેમના નકલી દસ્તાવેજો પકડી પાડી તેમની જામીન અરજી ફગાવી દીધી છે.

અહીં વાંચો - ...અને આસારામે નર્સને કહ્યું: તું પોતે જ માખણ જેવી છો

સુપ્રિમ કોર્ટે કહ્યું કે, આરોપી આસારામે જાતે જ કોઇ કારણ જણાવ્યા વિના એમઆરઆઇ ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી હતી. સરકારે પણ સુપ્રિમ કોર્ટમાં આસારામની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આ મામલે રાજસ્થાન સરકારે સુપ્રિમ કોર્ટને જણાવ્યું હતું કે, આસારામના વકીલોએ જામીનની બાબતે જોધપુર જેલ સુપરિટેન્ડન્ટનો નકલી પત્ર મુક્યો છે. આ પત્રમાં આસારામનું સ્વાસ્થ્ય નરમ હોવાની વાત લખવામાં આવી હતી. બળાત્કારના આરોપી આસારામની જોધપુર પોલીસે 31 ઓગષ્ટ, 2013ના રોજ ધરપકડ કરી હતી અને ત્યારથી તે જેલમાં જ છે.

English summary
Supreme Court dismisses bail application of Asaram in connection with two rape cases.
Please Wait while comments are loading...