1.42 લાખ લિટર બાયોડિઝલ જપ્ત, 7 લોકોની ધરપકડ
ગુજરાત પોલીસ મહાનિર્દેશક હેઠળના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા સુરત ગ્રામ્યના માંડવી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વેચાતા બાયોડિઝલનો 1.42 લાખ લીટરનો જથ્થો જપ્ત કર્યો છે. આ સમગ્ર ઘટનામાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસ મહાનિર્દેશક હેઠળના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા સુરત ગ્રામ્યના માંડવી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વેચાતા બાયોડિઝલનો 1.42 લાખ લીટરનો જથ્થો જપ્ત કર્યો છે. આ સમગ્ર ઘટનામાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાની વિગતો આપતા પોલીસ જણાવે છે કે, SMC દ્વારા બુધવારના રોજ કારજણ જીઆઈડીસી વિસ્તાર હેઠળની એક ફેક્ટરી સાઇટ અને સુરત ગ્રામ્યના માંડવી વિસ્તાર હેઠળના ભાટકોલ ગામ પર એમ બે જગ્યાએ રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસે 1.07 કરોડની કિંમતના 1.42 લાખ લીટર બાયોડિઝલનો જથ્થો જપ્ત કર્યો હતો. જે ભારે પરિવહન વાહનો(હેવી ટ્રાન્સપોર્ટ વેહિકલ)ને ગેરકાયદેસર રીતે વેચવાનો હતો.

ગુજરાતમાં બાયોડિઝલના ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણ સામે પગલાં લેવા માટે રાજ્ય સરકારના નિર્દેશો પર DGP આશિષ ભાટિયાએ પોલીસને એક્શન પ્લાન બનાવવા અને અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને સમગ્ર રાજ્યમાં રેડ કરવા માટે જણાવ્યું હતું. જે અંતર્ગત SMC દ્વારા બુધવારના રોજ સુરત ગ્રામ્ય વિસ્તારમાં બે ફેક્ટરી સાઇટ્સ પર રેડ કરવામાં આવી હતી.
આ રેડ દરમિયાન ટેન્કરમાં રાખવામાં આવેલા 1.42 લાખ લિટર બાયોડિઝલ જપ્ત કરવામાં આવ્યું હતું. આ સાથે આ મામલે સાત આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે, જ્યારે ત્રણ આરોપીઓ હજૂ વોન્ટેડ છે. આ રેડમાં બાયોડિઝલ અને પોલીસે જપ્ત કરેલા વાહનોની કુલ કિંમત 6.9 કરોડ રૂપિયા છે. હાલ ગુજરાતમાં બાયોડિઝલના ગેરકાયદે વેચાણના સમગ્ર કૌભાંડને શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
આ મામલે પકડાયેલા સાત લોકોની ઓળખ ઇકબાલ તૈલી, ફિરોઝ તૈલી, જગદીશ વાઘાણી, ઝુબેર અડવાણી, સોહેલ શેખ, શકીલ શેખ અને તૌસીફ શેખ તરીકે થઇ છે, જેમની સામે IPC કલમ 285 હેઠળ જ્વલનશીલ બાબતે બેદરકારીભર્યા વર્તન, કલમ 420 છેતરપિંડી, કલમ 465 બનાવટ, તેમજ ચીજવસ્તુ અધિનિયમની કલમ 465 બનાવટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
