150 યુવા કાશ્મીરીઓ સુરતના ઉદ્યોગોની મુલાકાતે, ગરબાની તાલીમ લીધી
14 થી 19 ડિસેમ્બર દરમિયાન કાશ્મીરના 150 જેટલા યુવાનોએ સુરતની મુલાકાત લીધી. યુવા વિનિમય કાર્યક્રમના ભાગરૂપે આ યુવા ડાયમંડ સિટી સુરતની મુલાકાતે પહોંચ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પહેલના ભાગરૂપે સુરત આવેલા કાશ્મીરના 150 યુવાનોને ઐતિહાસિક અને ઔદ્યોગિક સ્થળોની મુલાકાત લીધી. આ કાશ્મીરી યુવાનોએ અદાણી પોર્ટ-હજીરા, યુરો વેફર્સ અને હરેકૃષ્ણ ડાયમંડની મુલાકાત લીધી.
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિડેટ એક ભારતીય બહુરાષ્ટ્રીય પોર્ટ ઓપરેટર અને લોજિસ્ટિક્સ કંપની છે અને અહીં કાશ્મીરી યુવાનોને તેલ, ગેસ અને કોલસા જેવા વિવિધ રસાયણોની આયાત અને નિકાસ વિશે વ્યાપક જ્ઞાન અપાયુ. તેઓએ યુરો વેફર્સ ખાતે વિવિધ પ્રકારના ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન અને પેકેજીંગ વિશે માહિતી મેળવી.
યુવાનોએ હીરાના ઉત્પાદન, વેપાર, આયાત, નિકાસ અને રફ અને પોલિશ્ડ હીરા સાથે સંકળાયેલી પ્રક્રિયાઓની સમજ મેળવી. હરેકૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન અને પદ્મશ્રી સવજી ધોળકિયાએ કાશ્મીરી યુવાનો સાથે વાર્તાલાપ કર્યો અને આરોગ્ય, કુટુંબ, રાષ્ટ્ર અને પ્રકૃતિનું મહત્વ સમજાવીને પ્રોત્સાહિત કર્યા.












Click it and Unblock the Notifications
