For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખુ ATM ઉખાડીને લઈ ગયા ચોર, 7 લાખ કેશ કાઢી ખેતરમાં ફેંકી દીધુ મશીન

ગુજરાતમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ટકરામા ગામમાં ચોર આખુ એટીએમ જ ઉઠાવીને લઈ ગયા.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ગુજરાતમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ટકરામા ગામમાં ચોર આખુ એટીએમ જ ઉઠાવીને લઈ ગયા. એ એટીએમમાંથી ચોરોએ લગભગ સાત લાખ રૂપિયાની કેશ કાઢી. ત્યારબાદ ખાલી મશીનને એક ખેતરમાં ફેંકીને ફરાર થઈ ગયા. બાદમાં લોકોએ પોલિસને સૂચના આપી. પોલિસ તેમજ સુરત જિલ્લા એલસીબીની ટીમે ચોરીના એક અન્ય કેસમાં સુરત અને નવસારીના લેપટૉપ તેમજ મોબાઈલ ફોન ચોરનારી ધરપકડ કરી. જો કે હજુ એટીએમવાળા કેસ વિશે ખુલાસો નથી કર્યો.

guajrat police

એટીએમને ઉખાડીને લઈ જવાની ઘટના ઓલપાડ તાલુકાના ટકરમા ગામની છે. જ્યાં સુરત ડિસ્ટ્રીક્ટ બેંકનુ એટીએમ હતુ. વળી, મંગળવારે રાતે ચોરોએ એટીએમને નિશાન બનાવ્યુ. તે આ આખા મશીનને ઉખાડીને લઈ ગયા. એ વખતે મશીનમાં લગભગ સાત લાખ રૂપિયા કેશ રાખ્યા હતા. ચોરોએ એટીએમ સેન્ટરમાંથી લગભગ 50 મીટર દૂર જઈને મશીનમાં રાખેલ કેશ કાઢી અને પછી તૂટેલુ મશીન એક ખેતરમાં ફેંકીને જતા રહ્યા.

આ ચોરીની આખી ઘટના એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ જેમાં ત્રણ લોકો એટીએમની ચોરી કરતા દેખાઈ રહ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે બાદમાં પોલિસની ટીમ પોતાના ડૉગ સ્કવૉડ સાથે તપાસમાં આવી. સ્થિતિનુ નિરીક્ષણ કર્યુ અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. જેમાં ત્રણ લોકો દેખાયા. એ આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી.

સંજય રાઉત - શું ભાભીજીના પાપડ ખાઈને લોકો કોરોનાથી ઠીક થયા?સંજય રાઉત - શું ભાભીજીના પાપડ ખાઈને લોકો કોરોનાથી ઠીક થયા?

English summary
3 Thieves took away a ATM in Surat, theft of seven lakhs rupees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X