For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા!

સુરતમાં આજે સવારથી પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણીને કારણે અનેક લોકો પરેશાન થયા હતા. સુરતનાસલાબતપુરા કાલીપુર વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : સુરતમાં આજે સવારથી પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણીને કારણે અનેક લોકો પરેશાન થયા હતા. સુરતનાસલાબતપુરા કાલીપુર વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાઈ જતા વાહન ચાલકો ફસાયા હતા. બપોર બાદ શહેરમાં વરસાદનું જોર વધતાં પરવત પાટિયા, લિંબાયત, ગોડાદરા, પાંડેસરા, વેસુ વિસ્તારના માર્ગો પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા. બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના 4 કલાકમાં 4 ઈંચ વરસાદ પડતા શહેરના લગભગ તમામ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

rain

હવામાન વિભાગે 9 જુલાઈ સુધી સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તમામ અધિકારીઓને હેડક્વાર્ટરમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહેર વિસ્તારમાં સવારે ભારે વરસાદ બાદ બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સલાબતપુરાના કાલીપુર આંબાવાડી પાસે કમર સુધી પાણી ભરાયા હતા.

ભાથેણા વિસ્તારમાં પુલ પાસે રસ્તામાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવી પડી હતી. આ સાથે સલાબતપુરાના કાલીપુર આંબાવાડી પાસે કમર સુધી પાણી ભરાયા હતા. રૂપમ સિનેમા પાસે પણ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકોને પણ માઠી અસર થઈ હતી. આ સાથે ઉધના ગુરુદ્વારા પાસેના માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે વાહનચાલકો પણ પરેશાન થયા છે. વરાછા અર્ચના શાળા પરિસરમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

English summary
4 inches of rain in 4 hours in Surat, low lying areas flooded!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X