IPL મેચમાં સટ્ટો રમતા 4 લોકો 35 મોબાઈલ સાથે ઝડપાયા!
સુરત : સુરતના અડાજણ વિસ્તારમાં ઓનલાઈન IPL મેચ પર સટ્ટો ઝડપાયો છે. પોલીસે દરોડામાં 4 લોકોની ધરપકડ કરી છે, ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 35 મોબાઈલ સહિત 3.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે બુકી અને ગ્રાહકો સહિત 10 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
IPL સિઝનની શરૂઆતમાં બુકીઓ મેચ પર સટ્ટો રમી રહ્યા હતા ત્યારે સુરતની PCB પોલીસને બાતમી મળી હતી કે હિતેશ રમણલાલ રાજપૂત અને દિવાનસિંહ ખોમનસિંહ ગોહિલ તેમના સાથીદારો સાથે અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસેની ગ્રીન રેસિડેન્સીમાં ચાર-પાંચ દિવસથી સુરતમાં છે. IPL મેચોમાં ઓનલાઈન સટ્ટો રમવાની માહિતીના આધારે પોલીસે વોચ રાખી દરોડો પાડ્યો હતો.
પીસીબી પોલીસે ફ્લેટમાંથી હિતેશ રમણલાલ રાજપૂત, જીતુમભાઈ કાલીદાસ રાણા, દીવાનસિંહ ખોમનસિંહ ગોહિલ અને કલ્પેશ અરવિંદ સોનીની ધરપકડ કરી હતી. પોલીસને ફ્લેટમાંથી 86,000ની રોકડ,. 1.22 લાખની કિંમતના 35 મોબાઇલ ફોન, બે લેપટોપ, એક ટેબલેટ અને 3.35 લાખની કિંમતનું એલસીડી ટીવી મળી આવ્યું હતું.
આ કેસમાં પોલીસે જામનગરમાં રહેતા બુકી ગુરુજી, અમદાવાદમાં રહેતા જેપી અને ખંભાતમાં રહેતા રિતેશ પટેલ, અમદાવાદના રહેવાસી અશ્વિન રાજપૂત, ખંભાતના રહેવાસી મહેન્દ્ર પરમાર, અમદાવાદના બિપીન રાવલ, તરૂણ રાવલ, અંકિત રાજપૂત સામે ગુનો નોંધ્યો છે. , સંજય મનોજ દરબાર અને ખંભાતના રાવળને વોન્ટેડ જાહેર કર્યા છે.