For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતની SASCMA કોલેજ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે જૂથ અથડામણ

લગભગ એક અઠવાડિયા પહેલા તેની અન્ય કેટલાક વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી થઈ હતી. જેનો બદલો લેવા માટે એક વિદ્યાર્થીએ તેના મિત્રોને બહારથી બોલાવ્યા હતા અને ઝઘડો કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

સુરત શહેરમાં આવેલી SASCMA કોલેજની બહાર રાહુલ રાજ મોલ પાસે બે જૂથો વચ્ચે અથડામણ થતાં ઉમરા પોલીસ દ્વારા શનિવારના રોજ નોન-કોગ્નિઝેબલ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં કોઈને કોઈ પ્રકારની ઈજા થઈ નથી. આ ઘટનામાં એક વિદ્યાર્થીએ ફરિયાદ કરી હતી કે, યુવકોનું એક ટોળું ધોકા-પાઇપ વડે હુમલો કરવા આવ્યું હતું.

police

જૂથ અથડામણની માહિતી મળતાં પોલીસનું પેટ્રોલિંગ વાહન સ્થળ પર પહોંચી ગયું હતું. જોકે, પોલીસ આવ્યા પહેલા સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનાની માહિતી આપતા કોલેજના એક વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું કે, લગભગ એક અઠવાડિયા પહેલા તેની અન્ય કેટલાક વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી થઈ હતી. જેનો બદલો લેવા માટે એક વિદ્યાર્થીએ તેના મિત્રોને બહારથી બોલાવ્યા હતા અને ઝઘડો કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, આ બહારથી આવેલા યુવકો લાકડીઓ લઈને આવ્યા હતા. જેઓ આરોપોની પુષ્ટિ કરવા માટે પડોશી દુકાનોમાંથી મળેલા CCTV ફૂટેજની તપાસ કરી રહ્યા છે. બહારથી આવેલા લોકોની ઓળખ હજૂ બાકી છે. પોલીસ વધુ વિગતો એકત્રિત કરવા માટે સ્થળ પર હાજર લોકોની પૂછપરછ કરવામાં આવશે.

English summary
A group clash between students outside SASCMA College in Surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X