સુરતની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં લાગી ભિષણ આગ, દર્દીઓને કરાયા રેસ્ક્યુ
સુરતની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. ફાયરની 8 ગાડીનો કાફલો હોસ્પિટલ પહોંચી ગઇ છે. અને ફાયરના અધિકારીઓ દ્વારા તાબડતોડ દર્દીઓનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. સુરતની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં
સુરતની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. ફાયરની 8 ગાડીનો કાફલો હોસ્પિટલ પહોંચી ગઇ છે. અને ફાયરના અધિકારીઓ દ્વારા તાબડતોડ દર્દીઓનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. સુરતની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં કોરોના દર્દીઓ પણ છે.

ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બચાવી રહ્યા છે. જીવના જોખમે ફાયરના અધિકારીઓ કોવિડ દર્દીઓને પણ સલામત સ્થળે ખસેડી રહ્યા છે. સારવાર લઈ રહેલા કોરોનાના તમામ 16 દર્દીઓને શિફ્ટ કરાયા છે. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોય તેવુ લાગે છે. મળતી માહિતી અનુસાર સર્વર રૂમમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આઠવા ગેટ વિસ્તારમાં આ ટ્રાઇ સ્ટાર હોસ્પિટલ આવેલી છે. જ્યાં આજે અચાનક આગ ભભૂકી ઉઠતા પાલિકાના ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી રહ્યા છે. આગ કાબુમાં લેવાના તમામ પ્રકારના પ્રયાસો અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સદ્નસીબે કોઇ જાનહાની થવા પામી ન હોવાની જાણકારી સામે આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, ગત થોડા સમય પહેલા જ અમદાવાદ શહેરના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં લાગેલી ભયાનક આગમાં કોવિડ દર્દીઓ મોતને ભેટ્યા હતા.
આ પણ વાંચો: 48 વર્ષના વ્યક્તિ સાથે પાંચમી પત્ની બની 13 વર્ષની બાળકી, પોતાની ઉંમરના બાળકો પાળે છે












Click it and Unblock the Notifications
