વલસાડ કલેક્ટરની અધ્‍યક્ષતામાં નોડલ ઓફિસરોની બેઠક મળી!

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે, ચૂંટણી સંબધિત વિવિધ કામગીરીઓનું સરળ સંચાલન અને નિરીક્ષણ થાય તેના માટે વિવિધ કામગીરીના નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે, ચૂંટણી સંબધિત વિવિધ કામગીરીઓનું સરળ સંચાલન અને નિરીક્ષણ થાય તેના માટે વિવિધ કામગીરીના નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ નોડલ અધિકારીઓને તેઓની કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન આપવા માટે વલસાડ કલેક્ટર કચેરી ખાતે જિલ્‍લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઇ હતી.

valsad

જિલ્‍લા ચૂંટણી અધિકારીએ તમામ નોડલ અધિકારીઓને પાવર પોઇન્‍ટ પેઝન્‍ટેશન દ્વારા તેમની ચૂંટણી સંબધિત સોંપવામાં આવેલ કામગીરીઓ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. મેનપાવર મેનેજમેન્‍ટ માટે નિવાસી અધિક કલેકટરને ચૂંટણી માટેનો સ્‍ટાફ પૂરો પાડવા માટે સુપરવીઝનની કામગીરી અંગે સૂચના આપવામાં આવી હતી. ઇ.વી.એમ., વી.વી.પેટ મેનેજમેન્‍ટ માટે જિલ્‍લા આયોજન અધિકારીને ઇ.વી.એમ. યોગ્‍ય જગ્‍યાએ સુરક્ષિત રાખવા સ્ટ્રોંગરૂમની વ્‍યવસ્‍થા, સલામતી બાબતે જવાબદારી અંગે સૂચના આપવામાં આવી હતી.

ટ્રાન્‍સપોર્ટ મેનેજમેન્‍ટ માટે નાયબ પોલીસ અધિક્ષકને તમામ પ્રકારના વાહનોની ઉપલબ્‍ધતા તથા જરૂરિયાત નક્કી કરવા અને વાહનો સમયસર પૂરા પાડવા અંગે સૂચન કરાયુ હતું. આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, નાયબ જિલ્‍લા પોલીસ અધિક્ષક તેમજ ચૂંટણીના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X