વલસાડ ખાતે વિધાનસભા ચૂંટણીમાં આચારસંહિતા અમલ માટેની બેઠક મળી!

આ તાલીમ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ઉપસ્થિત રહી ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા. મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે હેતુસર અધિકારી- કર્મચારીઓની બદલી, બઢતી તેમજ રજા ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

આગામી સમયમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી- ૨૦૨૨ અંતર્ગત વલસાડ જિલ્લામાં પાંચ વિધાનસભા મત વિસ્તારમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલવારી અંગે સંબંધિત અધિકારીઓની તાલીમ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

election commision

આ તાલીમ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ઉપસ્થિત રહી ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા. મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે હેતુસર અધિકારી- કર્મચારીઓની બદલી, બઢતી તેમજ રજા ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવણી સિવાયનો તમામ પ્રકારનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે, જે તેમના ચૂંટણી ખર્ચમાં ગણવામાં આવશે. આ તાલીમમાં પારડી પ્રાંત અધિકારી વસાવાએ પ્રેઝન્ટેશન દ્વારા આચારસંહિતાની અમલવારી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. ચૂંટણી અધિકારીએ આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદનું નિરાકરણ સમય મર્યાદામાં થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.

આ અવસરે આદર્શ આચારસંહિતા અમલવારીના નોડલ અધિકારી પારૂલ પટેલ, જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લાની પાલિકાના ચીફ ઓફીસરો સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X