સુરતમાં તરૂણીને ફસાવી દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારી!
સુરત શહેરના ડભોલીમાં રહેતી 15 વર્ષની સગીરા પર લગ્નના બહાને બળાત્કાર ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકાર્યો છે.
સુરત : સુરત શહેરના ડભોલીમાં રહેતી 15 વર્ષની સગીરા પર લગ્નના બહાને બળાત્કાર ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો એક વર્ષની વધારાની કેદ ભોગવવી પડશે, સાથે પીડિતાને 4.38 લાખ રૂપિયાનું નુકસાન પણ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. સરકાર વતી આ કેસમાં એપીપી વિશાલ ફાલ્દુએ દલીલો કરી હતી.

મળતી માહિતી મુજબ, 8 જૂન 2021ના રોજ ડભોલી રોડ પર રહેતી 15 વર્ષીય સગીરા પત્ર લખીને ઘરેથી ભાગી ગઈ હતી. તેણે પરિવારના સભ્યોને લખ્યું હતું કે મને શોધવાની કોશિશ ન કરો, હું 25 હજાર રૂપિયા લઉં છું. પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે હીરાના કારખાનામાં કામ કરતો મનોજ બારૈયા લગ્નના બહાને તેને ભગાડી ગયો હતો. પોલીસે આરોપી અને સગીરની ધરપકડ કરી હતી. આરોપીએ સગીરાને કોફી શોપમાં લઈ જઈને ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. ઘરેથી ભાગી છૂટ્યા બાદ બંને લકઝરી બસમાં ભાવનગર ગયા હતા. આરોપીઓએ રાત્રે લકઝરી બસમાં પણ બળાત્કાર ગુજાર્યો હતો. હવે પોલીસે આ મામલે આરોપીને સજા ફટકારી છે.












Click it and Unblock the Notifications
