અપહરણના આરોપો વચ્ચે કંચન જરીવાલા ઉમેદવારી પત્ર પરત લેવા પહોંચ્યા.

આમ આદમી પાર્ટીના સુરત પુર્વ સીટના ઉમેદવાર કંચન જરીવાલા ઉમેદાવારી ફોર્મ પરત લેવા પહોંચ્યા હોવાના અહેવાલ છે. આ પહેલા આમ આદમી પાર્ટીએ તેમના અપહરણનો આરોપ લગાવ્યો હતો.

સુરત : આમ આદમી પાર્ટીના સુરત પુર્વ સીટના ઉમેદવાર કંચન જરીવાલા ઉમેદાવારી ફોર્મ પરત લેવા પહોંચ્યા હોવાના અહેવાલ છે. આ પહેલા આમ આદમી પાર્ટીએ તેમના અપહરણનો આરોપ લગાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ બીજેપી પર ગંભીર આરોપો લગાવતા કહ્યું હતું કે, બીજેપીના ગુંડાઓએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાનું અપહરણ કર્યુ છે.

Kanchan Jariwala

સુરત પુર્વથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલા ગઈકાલથી ગાયબ હતા ત્યારે હવે તેઓ પોલીસ સુરક્ષા સાથે ઈલેક્શન કમિશનની ઓફિસે પહોંચ્યા હતા.

આ મામલે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યુું છે કે, તે હવે કેન્દ્રીય ચૂંટણી પંચ પાસે જઈ રહ્યા છે. ગુજરાતમાં ભાજપે AAP ઉમેદવાર કંચન જરીવાલાને ગુંડાઓની મદદથી સુરત પૂર્વમાંથી અપહરણ કરાવ્યું અને પછી પોલીસની મદદથી ઉમેદવારી પાછી ખેંચાવી છે. ગુજરાતની ચૂંટણી પર સવાલો ઉઠાવવાની સાથે તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં ચૂંટણીનો અર્થ શું?

આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અને AAP અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પણ કહ્યુ હતું કે, સુરતના અમારા ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગઈકાલથી ગુમ છે. અગાઉ ભાજપે તેમનું નામાંકન નામંજૂર કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે નામાંકન સ્વીકારવામાં આવ્યું ત્યારે તેમને પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. હવે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા આમ આદમી પાર્ટીના પંજાબથી રાજ્યસંભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર લોકશાહીની હત્યા અને ઉમેદવારનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X