ગુજરાત હંમેશા ભાજપનો ગઢ હતુ અને રહેશે, 2024ની લોકસભા ચૂંટણીમાં સકારાત્મક અસર પડશેઃ અમિત શાહ
સુરતમાં ભાજપના મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા અને વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા.
સુરતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકૉર્ડબ્રેક જીત નોંધાવ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે સુરત ખાતે મહાસંમેલનમાં વર્ચ્યુઅલી જોડાયા અને વિરોધીઓ પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે ભાજપના કાર્યકર્તાઓને વીડિયો દ્વારા સંબોધનમાં કહ્યુ કે રાજ્યાં પાર્ટીની ભારે જીત સાબિત કરે છે કે ગુજરાત હંમેશા ભાજપનો ગઢ હતુ અને રહેશે.

પરિણામ બાદ બધાના સૂપડા સાફ થઈ ગયા
ગૃહમંત્રી અમિત શાહે ઉપસ્થિત કાર્યકર્તાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવતા કહ્યુ હતુ કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તોડે તેવા જે પરિણામો મળ્યા છે તેનો સંપૂર્ણ શ્રેય ભાજપાના બુથ લેવલ - પેજ સમિતિથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધીના કાર્યકર્તાઓને જાય છે. તેઓ કહ્યું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશ અને ગુજરાતની જનતામાં અપાર લોકચાહના ધરાવે છે અને એટલે જ લોકસભામાં પણ બે વખત ગુજરાતની 26 માંથી 26 સીટો પર વિજય અપાવી તેનો વિશ્વાસ વ્યક્ત કરેલો છે. આ ચૂંટણીમાં અનેક નવા નવા પક્ષો આવ્યા જુદા જુદા દાવાઓ કર્યા ગેરંટીઓ આપી પરંતુ પરિણામ બાદ આ બધાના સૂપડા સાફ થઈ ગયા.

ગુજરાત પ્રદેશ ભાજપનો ગઢ હતો છે અને રહેશે
શાહે વધુમાં કહ્યુ કે પરિણામોએ દર્શાવ્યુ કે ગુજરાતની જનતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને અને ભાજપને વધાવવા તૈયાર હતી. આજે દેશમાં મજબૂત સંદેશ મોકલવાનું કામ આ પ્રચંડ વિજય કર્યું છે કે ગુજરાત પ્રદેશ ભાજપનો ગઢ હતો છે અને રહેશે. શાહે અંતમાં કહ્યુ કે આગામી પાંચ વર્ષ સુધી જનતાની વચ્ચે રહી પ્રધાનમંત્રીશ નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ તેમજ જન કલ્યાણની યોજનાઓ જનતા સુધી પહોંચે તેની ચિંતા આપણે સૌએ કરવાની છે આઝાદી પછી સૌથી વધુ લોકપ્રિય પ્રધાનમંત્રી કોઈ હોય તો એ માત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી છે ત્યારે ગુજરાતની જનતાએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પર મુકેલા વિશ્વાસના પરિણામે રાજનીતિક આત્મવિશ્વાસ વધ્યો છે. આ તમામ બાબતો બાદ ભાજપાની જવાબદારી વધી છે ત્યારે પ્રજાની આશાઓ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા શ્રી શાહે અપીલ કરી હતી.

સી આર પાટિલે માન્યો આભાર
અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત અપાવવા બદલ અને રૂણ સ્વીકારનો આ અદભૂત કાર્યક્રમ બદલ આપ સૌનો આભાર,આ વખતની વિઘાનસભા ચૂંટણીમાં જીતનો જશ ખરેખર ગુજરાત અને સુરતના મતદારોને છે. મતદારોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અને ભાજપ પર ભરોસો રાખ્યો.ગુજરાતને સુરક્ષીત અને વિકસીત રાખવા જો કોઇ સક્ષમ હોય તો તે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ છે તેમ ગુજરાતની અને સુરતની જનતા માને છે અને તે મતમાં પરિવર્તન કર્યુ.આ વખતની ચૂંટણીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતની ખૂણે ખૂણે જઇ જાહેરસભાઓ કરી તેના કારણે ભાજપને પ્રંચડ વિજય અપાવ્યો છે તે બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબે વિઘાનસભામાં જે કાર્યકર જીતી શકે તેને જ ઉમેદવારી કરાવી તેનો લાભ ભાજપને મળ્યો છે તે બદલ તેમનો આભાર.

આ વખતની ચૂંટણી સત્ય અને અસત્યની હતી
પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત વિધાનસભા આ વખતની ચૂંટણીમાં સમગ્ર દેશ અને દુનિયાની નજર ગુજરાતની ચૂંટણી પર હતી. સુરત શહેર ભારતીય જનતા પાર્ટીની હમેંશા સમર્થન આપતા રહ્યા છે. આ વખતની ચૂંટણી સત્ય અને અસત્યની હતી. જે પાર્ટી જબરસ્તી ગેરેંટી આપવાનું કહેતી અને વાસ્તીક કામ કરવાની ગેરંટી કેવી રીતે લેવી તેનું પ્રમાણ સુરત શહેરની જનતાએ દેશને આપ્યું તે બદલ સુરતની જનતા જનાર્દનને ખૂબ ખૂબ અભિનંદન.વિધાન સભા ચૂંટણીમાં બુથથી લઇ તમામ સંગઠનના કાર્યકરોએ ખૂબ મહેનત કરી પ્રચડ જીત અપાવવા મહેનત કરી છે. જે રાજકીય પાર્ટી પાસે પ્રજાને સાચી દિશા ન આપી શકે તે કોઇ ચોક્કસ વાતાવરણ સાથે ચૂંટણી લડી પરંતુ જનતાએ તેમને જડબાતોડ જવાબ આપ્યો છે. સુરત અને ગુજરાતની જનતાએ ફરી ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રત્યે વિશ્વાસ જતાવ્યો છે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પ્રદેશના અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો ભાજપાના ચૂંટાયેલા સદસ્યો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
