For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત શહેરમાં ચાલતા ગેર કાયદેસર કેફે, સ્પા અને કપલ બોક્ષ બંધ કરાવવા આવેદન અપાયું

સુરત શહેરમાં ચાલતા ગોરખધંધાનો રાફડો ફાટ્યો હોય તેમ જણાઇ રહ્યું છે. કોરોનાના કપરા કાળમાં પણ આ ગોરખ ધંધા સરકારી બાબુઓની રહેમ નઝર હેઠળ ધમધમી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

સુરત : શહેરમાં ચાલતા ગોરખધંધાનો રાફડો ફાટ્યો હોય તેમ જણાઇ રહ્યું છે. કોરોનાના કપરા કાળમાં પણ આ ગોરખ ધંધા સરકારી બાબુઓની રહેમ નઝર હેઠળ ધમધમી રહ્યા છે. જેમાં ગેરકાયદેસર તેમજ શાળા કોલેજ નજીક આવેલા કેફે, સ્પા અને કપલ બોક્ષ ચાલી રહ્યા છે. આ અંગે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ અંગે આવેદન પાઠવવામાં આવ્યું છે.

Recommended Video

સુરત : શહેરમાં ચાલતા ગેર કાયદેસર કેફે, સ્પા અને કપલ બોક્ષ બંધ કરાવવા આવેદન અપાયું

couple boxes in Surat city

એકતા ચેરીટેબલ ટ્રસ્ટનું કહેવું છે કે, આવા કેફે, સ્પા અને કપલ બોક્ષમાં બાળકો અને યુવાનો મોટો ચાર્જ ચૂકવીને જતા હોય છે. જેમાં વારાછા, વસુ, મોટા વરાછા, ડુમસ, કતાર ગામ, સામાડા વગેરે વિસ્તારોમાં ગેરકાયદેસર સ્પા અને કપલ બોક્ષ ચાલી રહ્યા છે. આવી સ્પા અને કપલ બોક્ષથી રોગચાળો ફેલાય છે, જેથી તેને તાત્કાલિક અસરથી બંધ કરી દેવા જોઇએ. આ સાથે સ્પા અને કપલ બોક્ષના કર્મચારીઓને ફરજિયાતપણે વેક્સીન આપવામાં આવે તેવી માગ પણ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

આ અંગે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર તેમજ શાળા કોલેજ નજીક આવેલા સ્પા અને કપલ બોક્ષ બંધ કરાવવા તેમજ કાયદેસર સ્પા અને કપલ બોક્ષના કર્મચારીઓને વેક્સીન આપી લોકોને સુરક્ષિત રાખવા જેવી માંગણી કરવામાં આવી હતી.

English summary
Illegal as well as running cafes, spas and couple boxes near the school college. An application in this regard has been sent by Ekta Charitable Trust.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X