For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અઠવામાં કોરોના વાયરસના કેસનો આંકડો 2000 ને પાર

અઠવામાં કોરોના વાયરસના કેસનો આંકડો 2000 ને પાર

|
Google Oneindia Gujarati News

સુરતઃ શહેરના અઠવા ઝોનમાં રવિવારે કોરોના વાયરસના 32 નવા કેસ સામે આવ્યા. નવા કેસ ઉમેરતા અઠવા ઝોનમાં ઓગસ્ટ મહિનામાં કોરોના વાયરસના 2000 કુલ કેસ નોંધાઈ ચૂક્યા છે. સુરત મ્યૂનિસિપાલ કોર્પોરેશન મુજબ ઓગસ્ટ મહિનામાં અઠવા ઝોનમાં 2001 કેસ નોંધાયા.

coronavirus

પહેલી ઓગસ્ટે અઠવામાં 1135 નવા કેસ સામે આવ્યા હતા, જો કે પછીના 23 દિવસમાં અહીં 866 કેસ સામે આવ્યા. કુલ પોઝિટિવ કેસની સંખ્યા 15000ને પાર કરી ગઈ છે. શહેરના આઠ ઝોનમાંથી 3 ઝોન રાંદેર, કતારગામ અને અઠવામાં 2000થી વધુ કેસ સામે આવ્યા છે. રવિવારે 162 નવા કેસ નોંધાયા અને 3 દર્દી મૃત્યુ પામ્યા. સુરતમાં કુલ 596 સંક્રમિતોના મોત થયાં છે.

દિવસભરમાં સૌથી વધુ કેસ રાંદેર (36), અઠવા (32), કતારગામ (24), લિંબાયત (22), ઉધના (22), સેન્ટ્રલ (10), વરાછા A (9) અને વરાછા B ઝોનમાં 7 કેસ સામે આવ્યા. સારી બાબત એ છે કે 118 સક્રમિતો સાજા થઈ ડિસ્ચાર્જ થઈ ગયા છે આને ઉમેરતાં શહેરમાં કુલ 12,623 દર્દી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

રાજકોટઃ ભારે વરસાદને પગલે મોતીસર ડેમના 14 ગેટ ખોલ્યારાજકોટઃ ભારે વરસાદને પગલે મોતીસર ડેમના 14 ગેટ ખોલ્યા

English summary
athwa registered more than 2000 new coronavirus cases in august
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X