For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં તલવાર અને રેમ્બો છરીથી બર્થડે કેક કાપનારાને પોલીસે ઝડપ્યા!

જન્મદિવસ નિમિત્તે તલવાર અને રેમ્બો છરીથી કેક કાપવી ડિંડોલીના બે યુવકોને ભારે પડી છે. ડિંડોલી પોલીસે બંને સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી તેમની પાસેથી હથિયારો કબજે કર્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : જન્મદિવસ નિમિત્તે તલવાર અને રેમ્બો છરીથી કેક કાપવી ડિંડોલીના બે યુવકોને ભારે પડી છે. ડિંડોલી પોલીસે બંને સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી તેમની પાસેથી હથિયારો કબજે કર્યા છે.

Birthday cake

પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપીઓના નામ મયુર સુરેશ ઠાકોર (19) રહેવાસી છડોલી સ્વસ્તિક વિલા સોસાયટી અને શિવસિંહ મનોજસિંહ ઠોકર (19) નાનપુરાના રહેવાસી છે. પોલીસે જણાવ્યું કે રવિવારે મયુરનો જન્મદિવસ હતો અને તેઓએ કેક કાપવાનું આયોજન કર્યું હતું. સ્વસ્તિક વિલા સોસાયટીમાં મયુરે મિત્રોને બોલાવ્યા અને તલવાર અને રેમ્પો ચાકુથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો પોલીસના હાથે લાગ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને મયૂર અને તેના પિતરાઈ ભાઈ શિવ સિંહની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ત્રણ તલવાર, એક રેમ્બો છરી અને એક સાદી છરી જપ્ત કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સુરતમાં તલવાર સહિતના હથિયારોથી કેક કાપવાના અનેક બનાવો સામે આવ્યા છે. કોરોના લોકડાઉનમાં પણ પોલીસે કાર્યવાહી કરી હતી.

English summary
Birthday cake cutter caught by police with sword and Rambo knife in Surat!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X