વલસાડની તમામ બેઠકો પર બીજેપી આગળ, જાણો અત્યારસુધીના આંકડા

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જેમ જેમ આગળ વધી રહ્યુ છે તેમ તેમ બીજેપી મોટી જીત તરફ આગળ વધી રહી છે. સામે આવેલા આંકડાનું માનીએ તો બીજેપી ગુજરાતમાં તેની સૌથી મોટી જીત તરફ આગળ વધી રહી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જેમ જેમ આગળ વધી રહ્યુ છે તેમ તેમ બીજેપી મોટી જીત તરફ આગળ વધી રહી છે. સામે આવેલા આંકડાનું માનીએ તો બીજેપી ગુજરાતમાં તેની સૌથી મોટી જીત તરફ આગળ વધી રહી છે. અહીં સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ બીજેપી આગળ જોવા મળી રહી છે.

BJP

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ જિલ્લાની તમામ સીટો પર બીજેપી આગળ છે. વલસાડ જિલ્લાની વિધાનસભા સીટો ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ અને વલસાડની તમામ બેઠકો પર બીજેપીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે ગુજરાતમાં બીજેપીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓછી સીટો મળતી આવી છે ત્યારે હવે જે પરિણામો આવી રહ્યા છે તે આ ટ્રેન્ડને તોડતા જોવા મળી રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. જો કે આપ પણ અપેક્ષા પ્રમાણે કરી રહી નથી. તેના કારણે ગુજરાતના તમામ સમીકરણોમાં મોટો ફેરફાર સામે આવ્યો છે અને તેને બીજેપીને મોટી જીત અપાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X