For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AAPની ઑફિસમાં દારૂડિયા કાર્યકર્તાની તસવીર વાયરલ, ભાજપે માફી માંગવી પડી

AAPની ઑફિસમાં દારૂડિયા કાર્યકર્તાની તસવીર વાયરલ, ભાજપે માફી માંગવી પડી

|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટીની ઑફિસની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં એક નશેડી કાર્યકર્તા ભાન ભૂલીને ઊંઘતો જોવા મળી રહ્યો છે. આ દારૂડિયાના પગ સોફા પર છે અને પોતે જમીન પર ઊંઘી રહ્યો છે. ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓએ સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરવી શરૂ કરી દીધી હતી, પરંતુ જ્યારે પોલીસ સુધી વાત પહોંચી ત્યાં બાજી ઉલ્ટી પડી ગઈ અને ભાજપે માફી માંગવી પડી.

તસવીર વાયરલ થઈ

તસવીર વાયરલ થઈ

જણાવી દઈએ કે આ તસવીર સુરતના ગોપીપુરા વિસ્તાર સ્થિત આમ આદમી પાર્ટીના કાર્યાલયની જણાવવામાં આવી રહી છે. જેમાં એક વ્યક્તિ કાર્યાલયની અંદર સોફા પર પગ ફેલાવી જમીન પર ઊંઘી રહ્યો છે. ભાજપના કેટલાય સ્થાનિક નેતાઓએ તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સુરતથી વોર્ડ નંબર 21ના કાઉન્સલર બ્રિજેશ ઉંડકટે પણ આ તસવીર પોસ્ટ કરતાં લખ્યું, 'ગોપીપુરા કાજી મેદાન પાસે નવા આપ કાર્યાલયમાં 6.45 વાગ્યા બાદનો નજારો.' આ પોસ્ટ પર લોકોએ આમ આદમી પાર્ટીને લઈ કેટલીય કોમેન્ટ કરી.

ભાજપનો જ કાર્યકર્તા નીકળ્યો

ભાજપનો જ કાર્યકર્તા નીકળ્યો

આ પોસ્ટ દ્વારા એમ જણાવવાની કોશિશ કરવામાં આવી કે આમ આદમી પાર્ટીના કાર્યાલયોમાં 6.45 વાગ્યા બાદ કાર્યકર્તાઓ દારૂના નશામાં ધૂત રહી કાર્યાલયમાં પડ્યા રહે છે. તસવીર દ્વારા આમ આદમી પાર્ટી પર નિશાન સાધવા લાગ્યા, પરંતુ તસવીર વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ તેની તપાસ કરી તો મામલો કંઈક બીજો જ નીકળ્યો. જે તસવીરને ભાજપી નેતાઓ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા જણાવીને મજાક ઉડાવી રહ્યા હતા, તે આમ આદમી પાર્ટીનો નહી બલકે ભાજપનો જ કાર્યકર્તા નીકળ્યો.

શું હતો મામલો

શું હતો મામલો

ઉલ્લેખનીય છે કે ગોપીપુરા વિસ્તારમાં જ્યાં આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે તેની ઠીક સામે ભાજપનું પણ કાર્યાલય છે. સીસીટીવી ફુટેજ દ્વારા સામે આવ્યું કે ગોપીપુરા વિસ્તારમાં ભાજપી કાર્યાલય સામે રહેલ આમ આદમી પાર્યી કાર્યાલયમાં ભાજપનો કાર્યકર્તા હિમાંશુ મેહતા દારૂના નશામાં ધૂત થઈ આપના કાર્યાલયમાં જઈને ઊંઘી જાય છે અને બીજો કાર્યકર્તા જયરાજ સાહૂકર તેની તસવીર ખેંચી ભાજપના અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં મોકલી દે છે.

પોલીસ સ્ટેશને મામલો પહોંચ્યો

પોલીસ સ્ટેશને મામલો પહોંચ્યો

તસવીર વાયરલ થતાં જ આમ આદમી પાર્ટીના લોકો તેની સચ્ચાઈ શોધવા લાગ્યા. વાત પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધાવવા સુધી પહોંચે છે. જે બાદ ભાજપી નેતા પ્રશાંત બારોટ તરફથી લેખિત માફીનામું કરાવવામાં આવ્યું, જે બાદ મામલાની ફરીયાદ કરવામાં ન આવી.

English summary
BJP had to apologize for the viral image of an alcoholic activist in the AAP office
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X