Chaitar vasava : ચૈતર વસાવાનો જેલવાસ યથાવત, હાઇકોર્ટે વધુ એક મુદ્દત આપી
Chaitar vasava : આમ આદમી પાર્ટી (AAP)ના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાયદાકીય મુશ્કેલીઓનો અંત આવતો નથી. તેમની જામીન અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક વખત સુનાવણી ટળી છે, જેના કારણે તેમનો જેલવાસ યથાવત રહ્યો છે.
ચૈતર વસાવાને પાંચ જુલાઈના રોજ ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથેના વિવાદ બાદ મારામારીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

આજે હાઇકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થવાની હતી, પરંતુ રાજ્ય સરકારના વકીલે સોગંદનામું (એફિડેવિટ) રજૂ કરવા માટે વધુ સમયની માંગણી કરી હતી.
કોર્ટે આ વિનંતી સ્વીકારીને સુનાવણીની તારીખ લંબાવી છે. આ પહેલાં ચૈતર વસાવાને નીચલી કોર્ટ અને સેશન્સ કોર્ટમાંથી પણ જામીન મળ્યા ન હતા, જ્યાં તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી.
દેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથેની ઉગ્ર બોલાચાલી અને મારામારીના આરોપો બાદ ચૈતર વસાવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઘટના બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. પાંચ જુલાઈથી તેઓ જેલમાં બંધ છે અને કાયદાકીય પ્રક્રિયામાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
