કોરોના વાયરસના કારણે લગ્નગાળા છતાં સોનાના વેપારમાં મંદી, લોકો નથી કરી રહ્યા ખરીદી

કોરોના વાયરસના સંક્રમણના કેસ વધતા સોનાનો વેપાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે.

સુરતઃ કોરોના વાયરસના સંક્રમણના કેસ વધતા સોનાનો વેપાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે. હાલમાં ગુજરાતમાં કોરોનાની સૌથી વધુ અસર સુરતમાં છે અને આ જ કારણે સુરતમાં સોનાનો વેપાર મંદ પડી ગયો છે. સુરતના સોનીઓ કહી રહ્યા છે કે કિંમતો ઘટવા છતાં વેચાણ નથી થઈ રહ્યુ. લગ્નની સિઝન છે પરંતુ લોકો ખરીદી કરવા ઓછા આવી રહ્યા છે. શહેરના એક સોનીએ કહ્યુ, 'કોરોનાના કેસ વધવાના કારણે લોકો સોનુ ઓછુ ખરીદી રહ્યા છે. છેલ્લા 4-5 દિવસથી વેપારમાં ઘટાડો થયો છે.'

gold surat

આ પહેલા માર્ચના મહિનામાં સોનુ સસ્તુ થવાથી ગુજરાતમાં લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત ગુજરાતના સુરતમાં સોનુ ઘણુ સસ્તુ થઈ ગયુ હતુ. સોનાના ભાવમાં આવેલા ભારે ઘટાડાના કારણે લોકોમાં ખરીદીનો ક્રેઝ વધી ગયો હતો. એવામાં મોટી સંખ્યામાં લોકો સોનાની ખરીદી કરવા પહોંચવા લાગ્યા. ગ્રાહકોની ભીડ જોઈને સુરતમાં એક વેપારીએ કહ્યુ હતુ, 'જ્યારે કોરોના મહામારી ફેલાવી શરૂ થઈ હતી ત્યારે સોનાના ભાવ 37,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતા. જો કે, ત્યારબાદ તે વધતા ગયા. અહીં સુધી કે કિંમત 50,000 રૂપિયાને પાર જતી રહી હતી. પરંતુ પછી માર્ચ 2021માં સોનુ સસ્તુ થઈ ગયુ.

ફેબ્રુઆરીમાં 3000 સુધી ઘટી ગયુ હતુ સોનુ

વળી, માર્ચના પહેલા દિવસોમાં 23 કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 44422 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. 22 કેરેટવાળા સોનાના ભાવ સપ્તાહના છેલ્લા કારોબારી દેવસે 40855 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા. જ્યારે 18 કેરેટવાળા સોનાના ભાવ 33451 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યા. આ પહેલા ફેબ્રુઆરીમાં સોનુ 3000 રૂપિયા સુધી ઘટ્યુ હતુ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X