વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ વધતા કોવિડ વેક્સિનેશન મેગા ડ્રાઇવ
વલસાડ જિલ્લામાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે કોઇ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે કોવિડ-19 રસીની પાત્રતા ધરાવતા તમામ બાળકો તથા વ્યક્તિઓએ બંને ડોઝ તેમજ પ્રિકોશન ડોઝ લેવો ખુબ જ આવશ્યક છે.
વલસાડ જિલ્લામાં કોરોનાનાં કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે . જેના કારણે કોઇ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે કોવિડ-19 રસીની પાત્રતા ધરાવતા તમામ બાળકો તથા વ્યક્તિઓએ બંને ડોઝ તેમજ પ્રિકોશન ડોઝ લેવો ખુબ જ આવશ્યક છે. કોરોનાથી બચવા માટે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ અસરકારક છે. જેથી 6 ઓગસ્ટ શનિવારના રોજ રોજ જિલ્લાભરમાં કોવિડ-19 રસીકરણની મેગા ડ્રાઈવ રાખવામાં આવી છે.

કોરોના વાયરસનાં સંક્રમણથી બચાવ માટેનાં પ્રયત્નો અને અટકાયતી પગલાં માટેની કામગીરી જિલ્લામાં અસરકારક કરવા તંત્ર પ્રયાસ કરી રહ્યુ છે. કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવાનાં ભાગરૂપે જિલ્લામાં રસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાનાં તમામ પ્રથમ, બીજો તથા પ્રિકોશન (બુસ્ટર) ડોઝનાં બાકી લાભાર્થીઓ માટે શનિવારના રોજ જિલ્લામાં કુલ 344 કોવિડ- 19 ૨સીક૨ણ કેન્દ્રો જેવા કે સબસેન્ટરો, પ્રા.આ.કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલ ખાતે “કોવિડ – 19 રસીકરણ મેગા ડ્રાઇવ" અંતર્ગત કોવિશિલ્ડ, કોવેક્સિન અને કોર્બેવેક્સ રસી ઉપલબ્ધ કરી કોવિડ- 19 રસીકરણ દ્વારા કોરોનાથી સુરક્ષિત કરવાનું આયોજન કરાયું છે. લાભાર્થીઓ આ મેગા ડ્રાઈવનો વધુમાં વધુ લાભ લઇ પોતે, પોતાના પરિવાર તથા સમાજને સુરક્ષિત કરવા માટે આગળ આવે તે માટે જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
