For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ સુરતમાં 27 સીટોની જીતની ઉજવણી કરવા આવ્યા દિલ્લીના CM કેજરીવાલ, કરશે રોડ શો

સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં 27 સીટો જીતનારી આમ આદમી પાર્ટી(આપ) આજે સામાન્ય જનતાનો આભાર માનશે.

|
Google Oneindia Gujarati News

સુરતઃ સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં 27 સીટો જીતનારી આમ આદમી પાર્ટી(આપ) આજે સામાન્ય જનતાનો આભાર માનશે. આપની જીતની ઉજવણીમાં ભાગ લેવા માટે આપના સંયોજક તેમજ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આવ્યા છે. આજે સવારે તે જ્યારે સુરત પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં તેમની પાર્ટીના કાર્યકર્તાઓએ તેમનુ સ્વાગત કર્યુ. અહીં અરવિંદ કેજરીવાલનો રોડ શો થવા જઈ રહ્યો છે. બપોરે 3 વાગે માનગઢ ચોકથી તેમનો રોડ શો તક્ષશિલા સુધી જશે અને કેજરીવાલ જનતાને સંબોધિત કરશે.

kejriwal

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી લડશે આપ

કેજરીવાલ સુરત નગર નિગમની ચૂંટણીમાં આપના શાનદાર પ્રદર્શનથી ઘણી ખુશ છે. હવે તે અહીં વિધાનસભા લડવાની ઘોષણા પણ કરશે. આમ આદમી પાર્ટી(આપ)ના પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયાએ કહ્યુ કે સુરતની 120માંથી 93 ભલે ભાજપે જ જીતી લીધી હોય પરંતુ બાકીની 27 પર આપે જીત મેળવીને ગુજરાતમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવી દીધી છે. હવે અમે અહીં વિધાનસભા ચૂંટણી પણ લડીશુ. તેમણે કહ્યુ કે આજે આપના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં પાર્ટી કાર્યકર્તા જીતની ખુશી મનાવી રહ્યા છે. અમે સુરતીઓનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

ઋતિક રોશનને ક્રાઈમ બ્રાચે મોકલ્યા સમન, જાણો શું છે મામલો?ઋતિક રોશનને ક્રાઈમ બ્રાચે મોકલ્યા સમન, જાણો શું છે મામલો?

English summary
Delhi CM Kejriwal arrives in Gujarat, celebrating AAP victory in Surat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X