સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર ડૉ સૌરભ પારધીએ પદભાર સંભાળ્યો

Surat: સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર ડૉ. સૌરભ પારધી (IAS) એ 2 ફેબ્રુઆરીએ પદભાર સંભાળી લીધો છે. સૌ અધિકારીગણ, કર્મચારીગણ અને મુલાકાતીઓએ નવનિયુક્ત કલેક્ટરને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી.

કલેક્ટરે સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રાથમિક પરિચય કેળવવા સાથે સુરત શહેર-જિલ્લા વિષે વાકેફ થયા હતા. તેમણે જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓ, વિભાગોની મુલાકાત પણ લીધી હતી.

Surat

મૂળ મહારાષ્ટ્રના વતની ડૉ. સૌરભ પારધી 2011ની બેચના IAS અધિકારી છે. આ અગાઉ તેઓ ગુજરાત ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે વર્ષ 2012માં ભરૂચના સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

જે બાદ વર્ષ 2013માં ધોળકાના આસિસ્ટન્ટ કલેક્ટર, 2015માં છોટાઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી, 2016માં વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, 2017માં અમદાવાદમાં જિલ્લા વિકાસ અધિકારી, 2018માં જૂનાગઢ કલેક્ટર, 2021માં જામનગર કલેક્ટર અને 2023માં ગુજરાત પ્રવાસન નિગમના એમડી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X