For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હીરાના વ્યાપારીની આઠ વર્ષની દીકરી બનશે સાધ્વી, સુરતમાં લેશે દીક્ષા

દેવાંશી જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી. દેવાંશી બે બહેનોમાં મોટી છે. રમવા અને કૂદવાની ઉંમરે દેવાંશી જૈન ધર્મ અંગીકાર કરીને સાધ્વી બની ગઇ હતી.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં એક ધનાઢ્ય હિરા વ્યાપારીની આઠ વર્ષીય દીકરીએ વૈભવી જીવનનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. હજારો લોકોની હાજરીમાં બુધવારના રોજ સવારે છ કલાકે દીક્ષા કાર્યક્રમ શરૂ થયો હતો. દેવાંશી જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી. બે બહેનોમાં દેવાંશી મોટી છે. ઠીંગલા રમવાની ઉંમરમાં દેવાંશી જૈમ ધર્મ ગ્રહણ કરી સાધ્વી બની હતી.

Devanshi sanghvi

ઊંટ, હાથી, ઘોડા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી

દીક્ષાના એક દિવસ પહેલા શહેરમાં ઉંટ, હાથી, ઘોડા અને ભારે ધામધૂમથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેના પરિવારે અગાઉ બેલ્જિયમમાં સમાન શોભાયાત્રાનું આયોજન કર્યું હતું, જે દેશ જૈન સમુદાયના ઘણા હીરાના વેપારીઓનું ઘર છે. નાનપણથી જ દેવાંશી તેના પરિવારના અન્ય સભ્યોની જેમ સાદું જીવન જીવતી હતી. દેવાંશી દિવસમાં ત્રણ વખત પ્રાર્થના કરતી હતી.

દેવાંશીએ ક્યારેય ટીવી કે ફિલ્મો જોઈ નથી

સંઘવીના એક પારિવારિક મિત્રએ જણાવ્યું હતું કે, દેવાંશીએ ક્યારેય ટીવી કે ફિલ્મો જોઈ નથી અને ક્યારેય રેસ્ટોરાં કે લગ્નમાં હાજરી આપી નથી. તેમણે અત્યાર સુધીમાં 367 દીક્ષા કાર્યક્રમોમાં ભાગ લીધો છે. ઇવેન્ટની નજીકની અન્ય વ્યક્તિએ પુષ્ટિ કરી કે, એક વિશાળ વ્યવસાય હોવા છતાં, પરિવાર સાદું જીવન જીવે છે.

દેવાંશીના પરિવારનો જૂનો હીરાનો ધંધો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેવાંશી ધનેશ સંઘવી અને તેની પત્ની અમીની મોટી દીકરી છે. તેમનો પરિવાર સંઘવી એન્ડ સન્સ નામની ડાયમંડ કંપની ચલાવે છે, જે વિશ્વની સૌથી જૂની હીરાની કંપનીઓમાંની એક છે. પુખ્ત થયા બાદ દેવાંશીને વારસામાં કરોડો રૂપિયાનો હીરાનો બિઝનેસ મળવાનો હતો, પરંતુ તેના બદલે આઠ વર્ષની બાળકી દેવાંશીએ બુધવારના રોજ સુરતમાં વૈભવનો ત્યાગ કરીને દીક્ષા લીધી હતી.

English summary
Eight year old daughter of a diamond merchant will become a Monk
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X