GSRTC દોડાવશે 2200 બસો, દિવાળીને ધ્યાનમાં રાખીને સરકારે લીધો નિર્ણય

Diwali 2024, GSRTC: હિન્દુ કેલેન્ડર મુજબ આસો મહિનાની અમાસ તિથિ 31 ઓક્ટોબરના રોજ બપોરે 3.52 કલાકે શરૂ થશે. અમાસની તિથિ 1 નવેમ્બરના રોજ સાંજે 6.18 કલાકે સમાપ્ત થશે.

આ વર્ષે દિવાળી 1 નવેમ્બર, 2024 ના રોજ ઉજવવામાં આવશે. લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત સમય 1 નવેમ્બરની સાંજે 5:36 થી 6:16 સુધીનો રહેશે.

દિવાળી 2024 કેલેન્ડર

  • ધનતેરસ - 29 ઓક્ટોબર, 2024
  • કાળી ચૌદશ - 31 ઓક્ટોબર 2024
  • દિવાળી - 1 નવેમ્બર 2024
  • નવુ વર્ષ - 2 નવેમ્બર 2024
  • ભાઈ બીજ- 3 નવેમ્બર 2024

દિવાળીના તહેવાર પર લોકો મોટી સંખ્યામાં મુસાફરી કરે છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દિવાળીમાં વતન જતાં લોકો માટે ખાસ વ્યવસ્થા કરે છે.

GSRTC

દિવાળીના તહેવાર પર થતા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને GSRTC દ્વારા વતન જવાની તારીખ 26 થી 30 ઓક્ટોબર દરમિયાન સુરતથી 2200 વધુ બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરત સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, છેવાડાના માનવી સુધી GSRTC બસની કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર પરિવહનની સુવિધા વધારવામાં આવી છે.

દિવાળીના દિવસોમાં સુરતથી પોતાના વતન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના દાહોદ, પંચમહાલ સહિત અન્ય જિલ્લા તેમજ મહારાષ્ટ્રમાં હજારોની સંખ્યામાં લોકો જતાં હોય છે.

આ મુસાફરોને ધ્યાનમાં રાખીને તારીખ 26થી 30 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ 2200થી વધુ બસો દોડાવવામાં આવશે. આ સાથે માગ મુજબ વધુ બસો ફાળવવા પણ તંત્ર તૈયાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X