Gujarat Assembly Election 2022 : રાજસ્થાન કોંગ્રેસના કાર્યકરની કારમાંથી મળી 75 લાખની રોકડ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વચ્ચે સુરત જિલ્લા ચૂંટણી કાર્યાલયની સ્ટેટિક સર્વેલન્સ ટીમ (SST)ને મહિધરપુરા વિસ્તારના જડખાડીમાંથી એક કારમાંથી રૂપિયા 74.82 લાખની રોકડ મળી આવી હતી.
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વચ્ચે સુરત જિલ્લા ચૂંટણી કાર્યાલયની સ્ટેટિક સર્વેલન્સ ટીમ (SST)ને મંગળવારની રાત્રે મહિધરપુરા વિસ્તારના જડખાડીમાંથી એક કારમાંથી રૂપિયા 74.82 લાખની રોકડ મળી આવી હતી.
SST ટીમે જ્યારે કારની તપાસ કરી, ત્યારે કારમાં ત્રણ વ્યક્તિઓ હાજર હતા, પરંતુ ચેકિંગ દરમિયાન તેમાંથી એક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. મોટા પ્રમાણમાં રોકડ રકમ મળવાને કારણે અનેક ચર્ચાઓ બજારમાં વહેતી થઇ છે.

SSTએ તેને મળેલી ચોક્કસ માહિતીના આધારે કારની તપાસ કરી હતી. રાજસ્થાનના રહેવાસી ઉદયસિંહ રામકૃષ્ણ ગુર્જર અને રાંદેર વિસ્તારના ફૈઝ રિયાઝ સૈયદની SST દ્વારા પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી અને જે બાદમાં વધુ પૂછપરછ માટે તેમને આવકવેરા વિભાગને સોંપવામાં આવ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુર્જર રાજસ્થાનના કોંગ્રેસના કાર્યકર છે અને કોંગ્રેસ માટે કામ કરવા માટે તેઓ શહેરમાં ધામા નાખે છે. ગુર્જરે SST અધિકારીઓને જણાવ્યું હતું કે, તેમને પૈસા વિશે કોઈ જાણકારી નથી. સૈયદ કારનો ડ્રાઈવર હતો.
બંનેએ SST અધિકારીઓને જણાવ્યું કે, રોકડ શ્રી રામ આંગડિયા પાસેથી લાવવામાં આવી હતી, પરંતુ તેઓ લોકેશન આપવામાં નિષ્ફળ ગયા હતા. SSTના એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રોકડ ક્યાંથી એકઠી કરવામાં આવી હતી અને તેને ક્યાં પહોંચાડવાની હતી, તેની તપાસ કરવામાં આવી રહી છે.
ચૂંટણી કાર્યાલયના સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કારમાંથી કોંગ્રેસના કેટલાક પ્રચાર પેમ્ફલેટ અને તાજેતરની રાહુલ ગાંધીની રેલીના પાસ મળી આવ્યા હતા. જોકે, પોલીસ અને SST અધિકારીઓએ કારમાંથી મળી આવેલી અન્ય સામગ્રી વિશે વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો.
આ સમગ્ર ઘટના અંગે પાર્ટી તરફથી કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈ દ્વારા પોતાનો પક્ષ રાખતા જણાવવામાં આવ્યું હતું કે, પાર્ટીને રિકવર થયેલી રોકડ સાથે કોઈ લેવાદેવા નથી. સરકારી અધિકારીઓ કોંગ્રેસની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આઈટીને તપાસ કરવા દો. તેનાથી દરેક વાત સ્પષ્ટ કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો
પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14 નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું. 15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.
આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 17 નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી. આવા સમયે સમયે નામો પાછા ખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.












Click it and Unblock the Notifications
