સુરતના વેડરોડ વિસ્તારમાં માતા-પુત્રની લટકતી લાશ મળી!
સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા એક પરિવારની માતા અને ત્રણ વર્ષના પુત્રની ગળું કાપીને હત્યા કરાઈ છે. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.
સુરત : સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા એક પરિવારની માતા અને ત્રણ વર્ષના પુત્રની ગળું કાપીને હત્યા કરાઈ છે. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો. પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા માતા-પુત્રના મોતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ પ્રાથમિક તપાસમાં માતાએ પુત્રની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ પરિવાર વેડ રોડ પર પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતો હતો. માતાએ પુત્રએ ગળું દબાવી જીવ લીધો હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાંથી જે રીતે મૃતદેહ મળી આવ્યા હતા તેના આધારે માતાએ તેના ત્રણ વર્ષના પુત્રનું ગળું દબાવીને આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક આશંકા છે. ચોકબજાર પોલીસને માહિતી મળતા જ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું તારણ છે કે માતાએ પોતાના જ બાળકની હત્યા કરી અને પછી આત્મહત્યા કરી.
ચોકબજાર પોલીસના જણાવ્યા મુજબ પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટના ચોથા માળે યોગીતાબેન રાકેશભાઈ ઝાંઝમેરા અને તેમના પુત્ર દેવાંશ ઝાંઝમેરાના મૃતદેહ લટકેલા મળી આવ્યા હતા. માતા-પુત્રના મૃતદેહને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેના પતિ રાકેશ ઝાંઝમેરાનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને તપાસની સાથે આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે તેણે ઘરમાં જ આપઘાત કર્યો હોવાનું જાણવા મળે છે.
મૃતકના પરિજનોએ જણાવ્યું કે યોગીતાબેનને બે પુત્રો હતા. ઘટના સમયે તેના ભાઈને જાણ થતા સૌથી પહેલા પહોંચ્યો હતો. વારંવાર ખટખટાવવા છતાં દરવાજો ખૂલ્યો ન હતો. ભાઈને શંકા જતાં ભાઈએ ઘરનો દરવાજો તોડી નાખ્યો. ઘરમાં પ્રવેશતાની સાથે જ તેની બહેન અને ભત્રીજાને લટકતા મળ્યા હતા.












Click it and Unblock the Notifications
