Heatwave in Gujarati: સુરત ટ્રાફિક પોલીસને મળ્યું એસી હેલ્મેટ, ગરમીમાં ફરજ બજાવવામાં રહેશે સરળતા

Heatwave in Gujarati, Surat Traffic Police: કાળઝાળ ગરમીમાં સુરત શહેરના ટ્રાફિક સિગ્નલો પર ફરજ બજાવતા કર્મચારીઓને હવે રાહત મળશે.

સુરત ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. આ એસી હેલ્મેટ ( AC helmets ) ચાર્જ કર્યા બાદ 8 કલાક સુધી ઠંડી હવા પહોંચાડશે, જેનાથી કર્મચારીઓને ગરમીથી રાહત મળશે.

સુરત ટ્રાફિક પોલીસના જવાનોને કરવો પડી રહ્યો હતો ભીષણ ગરમીનો સામનો - સુરત શહેરમાં કાળઝાળ ગરમીમાં પણ સુરત ટ્રાફિક પોલીસ વિભાગના કર્મચારીઓ પોતાનું કામ કરે છે. સુરત ટ્રાફિક પોલીસના જવાનો 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ તેમની ફરજ બજાવે છે. આવી સ્થિતિમાં, ઘણી વખત તેમને ગરમીના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

હેલ્મેટ 8 કલાક માટે રાહત આપશે - સુરત ટ્રાફિક પોલીસના ડીસીપી અમિતા વાણીએ જણાવ્યું હતું કે, આ એક નવો પ્રયોગ છે. આ પહેલનો હેતુ સુરત ટ્રાફિક પોલીસકર્મીઓને ગરમીથી રાહત આપવાનો છે. એસી હેલ્મેટ ( AC helmets ) ચાર્જ કર્યા પછી 8 થી 10 કલાક સુધી ઠંડી હવા આપશે.

Surat traffic police

કાર્યક્ષમતા વધશે, ઘર્ષણ ઘટશે - ટ્રાફિક DCP અમિતા વાણીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓના પ્રતિભાવના આધારે આગળ પણ આ એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવશે. આ એસી હેલ્મેટ ( AC helmets ) પહેરવાથી તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થશે, અને ગરમીના કારણે ડ્રાઇવર્સ સાથેના વિવાદોમાં પણ ઘટાડો થશે.

અત્રે નોંધનીય બાબત છે કે, લોકસેવાનો એક નવો શીતળ અભિગમ અપનાવતા સુરત શહેર પોલીસ દ્વારા ઉનાળામાં વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને વાહનચાલકોને ગરમીથી રાહત આપવા માટે ટ્રાફિક સિગ્નલો ઉપર ગ્રીન નેટ લગાવવામાં આવી છે. ( AC helmets )

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X