સુરતમાં 2006 બાદ ફરીથી પૂરનો ખતરો, ઘણા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ
ડાયમંડ સિટી ગણાતા સુરતમાં ભયંકર વરસાદના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
સુરતઃ ડાયમંડ સિટી ગણાતા સુરતમાં ભયંકર વરસાદના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી અહીં વરસાદ થઈ રહ્યો છે. આખા શહેરમાં પાણી જ પાણી થઈ ગયુ છે. વર્ષ 2006 બાદ સુરતમાં ફરીથી પૂરના પાણીનો ખતરો ઉભો થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં 5-6 ફૂટ પાણી ભરાઈ ગયા છે. સોસાયટીની બિલ્ડીંગોમાં ગ્રાઉન્ડ ફ્લોર ડૂબી ચૂક્યા છે. વળી, સુરતની પાસે સૌથી મોટો ઉકાઈ ડેમ પણ પાણીથી ભરાઈ જવાનો છે. હાલમાં ઉકાઈ ડેમમાંથી 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.

ઉકાઈ બંધની મહત્તમ સપાટી 345 ફૂટ
માહિતી અનુસાર ઉકાઈનુ જળસ્તર શુક્રવારે સાંજે 6 વાગે 332.44 ફૂટ નોંધવામાં આવ્યુ. જણાવવામાં આવી રહ્યુ છે કે ગયા શુક્રવારે કેચમેન્ટ વિસ્તારમાં જ 115 મિલીમીટર વરસાદ થયો. આનાથી પાણીની આવક 18,59,14 ક્યુસેક રહી. 70,456 ક્યુસેક પાણી ઉકાઈથી છોડવાનુ ચાલુ રાખવામાં આવ્યુ. ઉકાઈ બાંધના ખતરાનુ નિશાન 345 ફૂટછે. જો વરસાદ ચાલુ રહ્યો તો પાણી છલકવા લાગશે.

નદીનુ સ્તર સતત વધી રહ્યુ
અધિકારીઓનુ એ પણ કહેવુ છે કે ડેમનુ પાણી છોડવાથી તાપી નદીનુ જળ સ્તર વધી જશે. ડેમમાંથી પાણી છોડવાથી શહેર માટે વધુ જોખમ થવાની સંભાવના છે કારણકે સુરત તાપી નદી કિનારે વસેલુ છે. ડેમમાંથી પાણી છોડવા પર તાપી નદીનુ જળસ્તર વધી જશે અને પછી સુરતને પોતાની ચપેટમાં લઈ લેશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી 270 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. શહેરના લિંબાયત, બમરોલી, સરથાણા અને પરવત પાટિયા વિસ્તારોમાંથી લોકોનુ સ્થળાંતર કરી દેવામાં આવ્યુ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ અહીં ચાલી રહેલા સતત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ બનેલી છે.

2006માં આ રીતે આવ્યુ હતુ પૂર
આ પહેલા વર્ષ 2006માં ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાથી તાપી નદી છલકાઈ હતી. જળ સ્તર એટલુ વધી ગયુ હતુ કે સુરતમાં પૂર આવ્યુ હતુ જેનાથી લોકોને કરોડોનુ નુકશાન થયુ હતુ. ત્યારે ઘણા દિવસો સુધી લોકોને ભૂખ્યા તરસ્યા રહેવુ પડ્યુ હતુ. હવે ફરીથી એ જ પરિસ્થિતિ પેદા થતા લોકોમાં ડર ફેલાઈ ગયો છે.












Click it and Unblock the Notifications
