Lok Sabha Election 2024 : સુરતમાં 371 શતાયુ મતદારો લોકસભા ચૂંટણી માટે પોતાનો મત આપશે
લોકશાહીમાં ભાગીદાર થવા વરિષ્ઠ અને શતાયુ નાગરિકો દાયકાઓ સુધી નૈતિક ફરજના ભાગરૂપે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
આ નાગરિકોને તેમની શારીરિક અશક્તતાના કારણે મત આપવામાં પડતી અગવડતાને દૂર કરવા ભારતના ચૂંટણી પંચ દ્વારા કેટલીક ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

જેના કારણે વરિષ્ઠ મતદારો વિશેષ સુવિધાઓ સાથે પોતાનો મત આપી શકશે. ત્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં આ લોકશાહીના મહાપર્વમાં 100 વર્ષથી વધુ વય ધરાવતા 371 શતાયુ મતદારો નોંધાયા છે. જેઓ આ ચૂંટણી મહાપર્વમાં જોડાઇને અન્યો માટે પ્રેરણારૂપ બનશે.
ચૂંટણીપંચે 85 વર્ષથી વધુ ઉંમરવાળા વરિષ્ઠ નાગરીકો માટે પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઇ કરી છે. ત્યારે સુરતમાં 85 વર્ષથી વધુના 24,676 મતદારો નોંધાયા છે. જે આ જોગવાઇનો લાભ લઇ શકશે.
જયારે 371 શતાયુ મતદારો નોંધાયા છે. જેઓ પણ મતદાન મથક સુધી ન પહોંચી શકે તો ઘરેથી મતદાન કરવાનો લાભ મેળવી શકશે.
મતદાર યાદી મુજબ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં 85 વર્ષથી વધુ વય ધરાવતા 1663 તથા 100 વર્ષથી વધુ વય ધરાવતા 23 શતાયુ મતદારો, આ મુજબ 85 વર્ષથી વધુ વય ધરાવતા અને 100 વર્ષથી વધુ વય ધરાવતા મતદારો અનુક્રમે માંગરોળ વિધાનસભામાં 1710 અને 34, માંડવી વિધાનસભામાં 1988 તથા 37, કામરેજ વિધાનસભામાં 1698 અને 26, સુરત પૂર્વ વિધાનસભામાં 2631 અને 26 મતદારો નોંધાયા છે.
આ સિવાય સુરત ઉત્તર વિધાનસભામાં 1244 અને 07, વરાછા રોડ વિધાનસભામાં 038 અને 08, કરંજ વિધાનસભામાં 288 અને 07, લિંબાયત વિધાનસભામાં 849 અને 12, ઉધના વિધાનસભામાં 719 અને 05, મજુરા વિધાનસભામાં 2443 અને 39, કતારગામ વિધાનસભામાં 827 અને 08, સુરત પશ્વિમ વિધાનસભામાં 2506 અને 40, ચોર્યાસી વિધાનસભામાં 1574 અને 28, બારડોલી વિધાનસભામાં 1733 અને 17, મહુવા વિધાનસભામાં 2365 અને 54 વરિષ્ઠ મતદારો નોંધાયેલા છે.
ચૂંટણીઓને સહભાગિતાયુક્ત અને સર્વસમાવેશી બનાવવાની સાથે મતદારોને ચૂંટણી સેવાના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં વરિષ્ઠ નાગરીકો માટે મતદાન સુગમ બની રહે તે માટે વાહન, વ્હીલચેર અને સહાયકની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
