For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં ગુનેગારો બેફામ, એક જ રાતમાં 2 એટીએમમાં તોડફોડ, 3ની ધરપકડ!

ગુજરાતના સૌથી સમૃદ્ધ શહેરની વાત આવે તો સુરતનું નામ સૌથી પહેલા આવે, જો કે સુરતની આ માત્ર એક ખાસિયત નથી. ગુજરાતમાં ગુનાખોરીની વાત આવે તો પણ સુરતનું નામ સૌથી ઉપર આવે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : ગુજરાતના સૌથી સમૃદ્ધ શહેરની વાત આવે તો સુરતનું નામ સૌથી પહેલા આવે, જો કે સુરતની આ માત્ર એક ખાસિયત નથી. ગુજરાતમાં ગુનાખોરીની વાત આવે તો પણ સુરતનું નામ સૌથી ઉપર આવે છે. સુરતમાં ભાગ્યે જ કોઈ દિવસ એવો હશે જ્યારે ગુનેગારોએ તેની હાજરી ન દેખાડી હોય. આવી જ એક ઘટના હવે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવી છે.

Surat

મળતી વિગતો અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે બાટલી બોય સર્કલ અને પીયૂષ પોઇન્ટ પાસે બે એટીએમ મશીનમાં તોડફોટ થઈ હતી, જેને લઈને પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. આ તપાસમાં પોલીસે હવે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ મશીનમાં રૂપિયા ન મળતા તોડફોટ કરી હોવાનું જણાવ્યુ હતુ.

વિગતે વાત કરીએ તો, પાંડેસરા બાટલીબોય સર્કલ નજીક ઐયપ્પા કોમ્પ્લેક્સના ICICI બેન્કનાં ATM મશીનમાં તોડફોડ કરવામાં આવી હતી . ATM મશીનમાં રહેલા ફાયર એસ્ટિન્ગ્યુશરથી જ મશીનનો દરવાજો અને એસએનજી લોક તોડાયા હતા. મોડી રાત્રે આ મશીનની તોડફોડ કરીને ભાગેલા આ ત્રણ આરોપીઓએ એક કલાક બાદ પીયૂષ પોઇન્ટ પાસે આવેલાં એક્સિસ બેન્કનાં ATM મશીનના સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી હતી.

ચોરીના ઇરાદે એક જ રાતમાં બે ATM મશીનની તોડફોડની ઘટનાએ પોલીસને દોડતી કરી હતી. પોલીસે સીસીટીવીની મદદથી કુલદીપ દ્વારકાપ્રસાદ મિશ્રા, અનુરાગ ઓમપ્રકાશ શ્રીવાસ્તવ અને આકાશ ઉર્ફે નીક પ્રભાકરન શ્રીવાસ્તવની ધરપકડ કરી હતી . કુલદીપ પોતાના બંને મિત્રો સાથે મધરાત્રે બંને મિત્રો સાથે ATM માં નાણાં ઉપાડવા ગયો હતો , પરંતુ નાણાં નહિ નીકળતાં ત્રણેયે ગુસ્સામાં મશીનની તોડફોડ કરી હતી. હાલ પોલીસ આરોપીઓ નશામાં હતા કે કેમ તેની તપાસ કરી રહી છે.

English summary
In Surat, criminals go berserk, 2 ATMs vandalized in one night, 3 arrested!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X