કીર્તિ પટેલને મોટો ઝટકો, કોર્ટમાં હાજર ન રહેતા જામીન નામંજૂર કરાયા
વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર કીર્તિ પટેલને ફરીથી કાનૂની ઝટકો લાગ્યો છે. 2020માં થયેલા હત્યાના પ્રયાસના કેસમાં કોર્ટએ તેના જામીન નામંજૂર કર્યા છે.
કીર્તિ પટેલ સામે 2020માં પુણા પોલીસ મથકે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો, જેમાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

ત્યારબાદ તેને કોર્ટમાંથી જામીન મળ્યાં હતા, પરંતુ ત્યારથી તે મુદત મુજબ કોર્ટમાં હાજર રહ્યો નથી. તેના સતત ગેરહાજર રહેવાને કારણે કોર્ટએ તેના જામીન રદ કર્યા છે.
સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું કે કીર્તિ પટેલ સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવું જોઈએ. કોર્ટએ આ રજૂઆતને માન્ય રાખી કીર્તિ પટેલના જામીન નામંજૂર કરવા આદેશ આપ્યો છે.
હાલ કીર્તિ પટેલ અન્ય એક ખંડણીના કેસમાં જેલમાં છે અને તે કેસમાં પણ તેની જામીન અરજી કોર્ટએ ફગાવી દીધી છે.












Click it and Unblock the Notifications
