For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના કેસોમાં વધારાને પગલે સુરતમાં પતંગ-માંજાની ખરીદીમાં ઘટાડો

ઉતરાયણના પર્વને હવે એક જ દિવસ બાકી છે તેમ છતાં પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ઉતરાયણના પર્વને હવે એક જ દિવસ બાકી છે તેમ છતાં પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે પતંગ અને બોબીનમાં 15થી 20 ટકાનો વધારો થયો છે જ્યારે ગ્રાહકોમાં 27 ટકાનો ઘટાડો થયો હોવાની વાત વેપારીઓએ કરી છે. મોંઘવારી અને મંદીના માર વચ્ચે આ વખતની ઉતરાયણને લઈ લોકોનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે.

પતંગના વેચાણમાં ઘટાડો

પતંગના વેચાણમાં ઘટાડો

તમને જણાવી દઈએ કે સુરતમાં કોવિડ કેસોમાં વધારાને પગલે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પતંગના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. એક હોલસેલરે જણાવ્યુ કે જે વેપારીઓએ પહેલા ઑર્ડર બુક કરાવી દીધા હતા તેઓ હવે કોવિડ પ્રતિબંધોના કારણે ઑર્ડર કેન્સલ કરાવી રહ્યા છે. સુરતના સૌથી જૂના અને જાણીતા ડબગરવાડ પતંગ બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સુરતના ભાગલ વિસ્તારમાં આવેલ ડબરગરવાડ પતંગ અને માંજાની ખરીદી માટે જાણીતો છે. ઉતરાયણના એક અઠવાડિયા અગાઉ ડબગરવાડના આ પતંગ બજારમાં માંજા અને પતંગની ધૂમ ખરીદી જોવા મળતી હોય છે પરંતુ બદલાતા સમયની સાથે હાલ અહીં ખરીદીનો માહોલ મંદ જોવા મળી રહ્યો છે.

ભાવ વધારાના કારણે ખરીદી પર કાપ

ભાવ વધારાના કારણે ખરીદી પર કાપ

આ વર્ષે પતંગ અને બોબીનના ભાવાં 15થી 20 ટકાનો વધારો થયો છે. જયારે ગ્રાહકોમાં 27 ટકાનો ઘટાડો થયો હોવાનુ વેપારીઓ જણાવી રહ્યા છે. પતંગ અને બોબીનના દોરામાં થયેલા ભાવ વધારાના કારણે ગ્રાહકો ખરીદી પર મહદઅંશે કાપ મૂકી રહ્યા છે. નોંધનીય છે કે ઉતરાયણ પર્વ દરમિયાન ચાઈનીઝ ટુક્કલ અને દોરી પર સરકાર દ્વારા બેન લગાવી દેવામાં આવ્યો છે. ચાઈનીઝ ટુક્કલ સામે બજારમાં હવે નાના ઈલેક્ટ્રીક ફાનસ આવ્યા છે જે બજારમાં હલકા હોવાના કારણે સહેલાઈથી દોરી અને પતંગ સાથે ઉપર જઈ શકે છે. જો કે ભાવમાં પણ તે પોસાય છે પરંતુ સમય સાથે લોકોમાં ઉતરાયણ પ્રત્યે રુચિ ઓછી થવાથી બજારમાં ખરીદી મંદ હોવાનો મત વેપારીઓ જણાવી રહ્યા છે.

બજારમાં આ વખતે અવનવી વેરાઈટીના પતંગો

બજારમાં આ વખતે અવનવી વેરાઈટીના પતંગો

બીજી તરફ નવા વર્ષમાં પતંગ બજારમાં આ વખતે અવનવી વેરાઈટીના પતંગો આકર્ષણ જમાવી રહ્યા છે. પતંગ બજારમાં ખંભાતી, રામપુરી, જયપુરી, બરેલી, અમદાવાદી, જંબુસર જેવી વેરાયટીના પતંગોની વધુ ડિમાન્ડ છે. કાગળમાંથી બનાવેલા પતંગ દસથી પાંચસો રુપિયા સુધીનો ભાવ છે જ્યારે પ્લાસ્ટિકના પતંગ દસથી માંડીને ત્રીસ રુપિયા સુધીનો ભાવ છે. નાના બાળકો માટે ડોરેમોન, મોટુ-પતલુ, સુપરમેન, ટોમ એન્ડ જેરી જેવી કાર્ટૂન થીમવાળા પતંગ ઉપરાંત નાની ફીરકી અને પતંગની કીટ સાથે પતંગો બજારમાં જોવા મળી રહ્યા છે. વળી, પતંગરસિયાઓ માટે સૌથી ખાસ અને મહાકાય પતંગ પણ બજારોમાં જોવા મળી રહ્યા છે. જેમાં સાડા છ ફૂટથી માંડીને દસ ફૂટ સુધીના પતંગ બજારમાં આવ્યા છે જેની કિંમત 600થી 1500 સુધીની હોય છે.

English summary
Kite sells down in Surat due to increase in coronavirus cases
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X