Lok sabha Election 2024: રોડ શો બાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ નોંધાવી ઉમેદવારી
Lok sabha Election 2024: સુરતમાં સુસ્ત રહી ગયેલી લોકસભાની ચૂંટણીને લઈને અચાનક ગરમાવો આવી ગયો છે. ઉમેદવારો હાલમાં ફોર્મ ભરી રહ્યા છે, ગુરુવારે સુરત લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું.
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ વરાછા રોડથી વિશાળ રેલી સાથે રોડ શો યોજ્યો હતો, અને ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
ઉમેદવારી નોંધાવ્યા બાદ નિલેશ કુંભાણીએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા બંને મારા હૃદયની નજીક છે.
વરાછા વિસ્તારના નિલેશ કુંભાણી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને સમર્થકો સાથે ટેમ્પોમાં ઉભા રહ્યા હતા, અને રોડ શો દરમિયાન મતદારોને સમર્થન આપ્યું હતું. ઉમેદવાર નિલેશ કુંભાણી સાથે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયક તેમજ સ્થાનિક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વરાછા રોડથી અઠવાગેટ સુધી બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રોડ શો દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને નિલેશ કુંભાણીના સમર્થકો બાઇક પર યાત્રામાં જોડાયા હતા.
પાટીદાર અનામત સમિતિ સાથે સંકળાયેલા ધાર્મિક અને અલ્પેશનો એક સમયે યુવાનોમાં પ્રભાવ હતો. તેથી જ નિલેશ કુંભાણીએ પણ પાટીદાર અનામત આંદોલન વખતે આ બંને નેતાઓ સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યું હતું.
આજે નિલેશ કુંભાણી પોતે સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. ત્યારે અલ્પેશ અને ધાર્મિકે આશા વ્યક્ત કરી છે કે તેઓ AAP છોડીને નિલેશને સમર્થન આપશે.
નિલેશ કુંભાણીએ કહ્યું કે તેઓ ભલે તમને છોડીને ગયા હોય, પરંતુ તેઓ મારા દિલની નજીક છે. તેથી મને વિશ્વાસ છે કે તેઓ મને ચૂંટણીમાં સાથ આપશે.












Click it and Unblock the Notifications
