For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એબીજી શિપયાર્ડના ડિરેક્ટરો સામે લુક આઉટ નોટીસ જારી, કંપનીના 13 સ્થળો પર દરોડા!

ખાનગી ક્ષેત્રની મોટી શિપિંગ કંપની ABG શિપયાર્ડ લિમિટેડના ડિરેક્ટરો દેશ છોડી શકશે નહીં. બેંકો સાથે 23 હજાર કરોડના કથિત કૌભાંડમાં કંપની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત, 15 ફેબ્રુઆરી : ખાનગી ક્ષેત્રની મોટી શિપિંગ કંપની ABG શિપયાર્ડ લિમિટેડના ડિરેક્ટરો દેશ છોડી શકશે નહીં. બેંકો સાથે 23 હજાર કરોડના કથિત કૌભાંડમાં કંપની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું કે, 22,842 કરોડની લોનની છેતરપિંડીમાં એબીજી શિપયાર્ડના ડિરેક્ટરો સામે લુક આઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કરવામાં આવ્યો છે. લુક આઉટ સર્ક્યુલરનો ઉપયોગ આરોપી વ્યક્તિને દેશ છોડીને જતા રોકવા માટે કરવામાં આવે છે.

ABG Shipyard

CBE દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મામલામાં એજન્સીએ 12 ફેબ્રુઆરીના રોજ 13 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા અને સર્ચ કર્યું હતું. સીબીઆઈએ કંપનીની એકાઉન્ટ બુક, ખરીદી/વેચાણની વિગતો, બોર્ડ મીટિંગની માહિતી, શેર રજીસ્ટર, વિવિધ કોન્ટ્રાક્ટ ફાઈલો જેવા દસ્તાવેજો જપ્ત કર્યા છે.

એબીજી શિપયાર્ડ લિમિટેડે કથિત રીતે લગભગ 23 હજાર કરોડનું કૌભાંડ કર્યું છે. કંપનીએ ICICI બેંકની આગેવાની હેઠળની 28 બેંકોના કન્સોર્ટિયમમાંથી 22,842 કરોડનું કૌભાંડ કર્યું છે. કંપની પર ICICIનું 7,089 કરોડ, IDBI બેન્કનું 3634 કરોડ, SBIનું 2925 કરોડ, બેન્ક ઑફ બરોડાનું 1614 કરોડ અને PNBનું 1200 કરોડનું દેવું છે.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) શિપિંગ કંપની એબીજી શિપયાર્ડ સામે રૂ. 22,842 કરોડની છેતરપિંડીની તપાસ કરી રહી છે. બેંકોના કન્સોર્ટિયમે નવેમ્બર 2019માં આ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. બેંકોએ કંપનીને 'ફ્રોડ એકાઉન્ટ'માં જાહેર કર્યાના બે વર્ષ બાદ એજન્સીએ એબીજી શિપયાર્ડ અને તેના ડિરેક્ટરો સામે આ કાર્યવાહી કરી છે. સીબીઆઈએ એબીજી શિપયાર્ડ લિમિટેડ, કંપનીના તત્કાલિન અધ્યક્ષ ઋષિ કમલેશ અગ્રવાલ, તત્કાલીન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટર અશ્વિની કુમાર, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા અને અન્ય વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે બેંકો સાથે છેતરપિંડીનો આ સૌથી મોટો મામલો છે. બેંકોમાંથી આટલી મોટી રકમની છેતરપિંડી આ પહેલીવાર સામે આવી છે.

English summary
Look out notice issued against ABG Shipyard directors, raids at 13 locations of the company!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X