For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ મકરસંક્રાતિના 2 દિવસ ફ્લાઈ ઓવર પર ટુ વ્હીલરને નો એન્ટ્રી, પતંગોત્સવ રદ

14 અને 15 જાન્યુઆરીએ સુરત શહેરના બધા ફ્લાઈઓવર પર ટુ વ્હીલર લઈ જવા પર પ્રતિબંધ રહેશે.

|
Google Oneindia Gujarati News

makar sankranti 2021 - uttarayan news, સુરતઃ ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાતિના તહેવાર પર ગુજરાતમાં પતંગોત્સવ આ વખતે રદ કરવામાં આવ્યો છે. સરકારે સામૂહિક રીતે પતંગબાજીની મંજૂરી આપી નથી. તેમ છતાં અહીં મોટી સંખ્યામાં પતંગો ઉડાવવામાં આવી રહી છે. દૂર્ઘટના ન થાય તે માટે પ્રશાસને ઘણા પ્રતિબંધો લગાવ્યા છે. જેમકે 14 અને 15 જાન્યુઆરીએ સુરત શહેરના બધા ફ્લાઈઓવર પર ટુ વ્હીલર લઈ જવા પર પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ 15 જાન્યુઆરીની મધ્ય રાત્રિ 12 વાગ્યા સુધી લાગુ રહેશે. આ દરમિયાન ટુ વ્હીલર વાહન ચાલક નદીની ઉપરના બ્રીજ પરથી તો જઈ શકે છે પરંતુ ફ્લાઈઓવરથી નહિ.

flyover

પ્રશાસન તરફથી કહેવામાં આવ્યુ છે કે જે ટુ વ્હીલર વાહન ચાલકોએ પોતાની ગાડી પર આગળની તરફ સેફ્ટી ગાર્ડ લગાવ્યુ હશે તેમને પ્રતિબંધિત માર્ગ પર જવાની મંજૂરી આપવામાં આવશે. વળી, પોલિસે જણાવ્યુ કે આદેશનુ ઉલ્લંઘન કરનારા સામે આઈપીસીની કલમ 188 અને ગુજરાત પોલિસ અધનિયમની કલમ 131 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ રીતની કાર્યવાહી અનાર્મ્ડ એએસઆઈ અથવા તેની ઉપરના દરજ્જાના અધિકારી જ કરી શકે છે. સારી વાત એ છે કે પોલિસ પ્રશાસન દ્વારા ટુ-વ્હીલર વાહન ચાલકોને રોકવાનો નિર્ણય પતંગની દોરીથી થતી દૂર્ઘટનાઓને રોકવા માટે લેવામાં આવ્યો છે.

રસ્તા પરથી પસાર થતા લોકોને પતંગની દોરીથી ઈજા ન થાય તે માટે પોલિસે બાઈક પર ગાર્ડ લગાવ્યા છે. આની માહિતી આપીને સુરતના એક પોલિસ અધિકારીએ કહ્યુ કે પતંગની દોરીથી ઈજા ન થાય તે માટે વરાછાના ગીતાંજલિ ચાર રસ્તા પર ટ્રાફિક પોલિસે ટુ વ્હીલરમાં ગાર્ડ લગાવીને ચાલકોનાગળામાં સેફ્ટી બેલ્ટ બાંધ્યો છે. પતંગની દોરીથી ઘાયલ થવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે માટે લોકો સાવચેતી રાખે તે માટે આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલિસે દાવો કર્યો છે કે આવુ કરવાથી દૂર્ઘટનાઓ અટકશે અને લોકોના જીવ બચશે.

ઠંડીથી ઠુઠવાઈ દિલ્લી, શ્રીનગરમાં ઠંડીએ તોડ્યો રેકોર્ડઠંડીથી ઠુઠવાઈ દિલ્લી, શ્રીનગરમાં ઠંડીએ તોડ્યો રેકોર્ડ

English summary
Makar Sankranti 2021: Ban on two wheelers on flyover due to kite flying and uttaraya in Surat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X